News of Thursday, 12th September 2024
રઘુકુળ મેરેજ બ્યુરો દ્વારા ઓકટોબરમાં પરીચય મેળો
સતત ૧૧માં વર્ષે નિઃશુલ્ક આયોજનઃ ૪૦૦ થી વધુ ઉમેદવારો ભાગ લેશે

રાજકોટઃ સમગ્ર રઘુવંશી સમાજ માટે વેવિશાળ અંગે નિઃશુલ્ક માહીતી આદાન પ્રદાન કરતી સંસ્થા રઘુકુળ મેરેજ બ્યુરો, ૩ ભીડભંજન શેરી, દાણાપીઠ પાસે, રાજકોટ ખાતે દર રવિવારે સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ છેલ્લા ૧પ વર્ષથી કાર્યરત છે. સંસ્થા દ્વારા આગામી તા.ર૦-૧૦ને રવિવારે બપોરે ર થી ૭ દરમ્યાન હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે લોહાણા સમાજના હાયર એજયુકેશન ધરાવતા ઉમેદવારો માટે ૧૧ માં પરીચય સંમેલનનું આયોજન થયેલ છે.
પરીચય સંમેલન અંગે માહીતી આપતા રઘુકુળ મેરેજ બ્યુરોના ચેરમેન અશોકભાઇ કુંડલીયા જણાવે છે કે આ પરીચય સંમેલન નિઃશુલ્ક રહેશે. દીકરાઓએ માટે ગ્રેજયુએશન અને અંડર ગ્રેજયુએટ અથવા ઓછો અભ્યાસ ધરાવતી દીકરીઓ માટે એન્ટ્રી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે ફોર્મ ભરવાની જરૂર નથી. મો. ૯૮ર૪ર ૧૧૧પર ઉપર વોટસએપ દ્વારા એક જ પેઇજમાં ફોટો આવી જાય તે રીતે બાયોડેટાની પીડીએફ મોકલવાની રહેશે. તા. ૧પ-૧૦ સુધી એન્ટ્રી સ્વીકારાશે.
તા. ૧-૧-૧૯૯૬ થી પછીની ઉપરની જન્મ તારીખ ધરાવતા ફ્રેશ ઉમેદવારોએ તા. ર૦-૧૦ બપોરે ૧ર થી ૧.૩૦ દરમ્યાન રજીસ્ટ્રેશન કરાવી એન્ટ્રી મેળવવાની રહેશે. ત્યારબાદ ર થી ૪ દરમ્યાન હોલની અંદર પ્રોગ્રામ દરમ્યાન તેમની ઓળખ અને બાયોડેટા રજૂ કરવામાં આવશે. ૪ વાગ્યા પછી હોલની બહાર પર્સનલ મીટીંગની વ્યવસ્થા રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. આયોજનમાં પરેશભાઇ પોપટ અને અન્ય આગેવાનો સહયોગી છે.
કાર્યક્રમને સફળ બનાવવા રઘુકુળ મેરેજ બ્યુરોના ચેરમેન અશોકભાઇ કુંડલીયાના માર્ગદર્શન હેઠળ પરેશભાઇ પોપટ, મુકેશભાઇ તન્ના, આશીષભાઇ પુજારા, મોન્ટુભાઇ અનડકટ, નિલેશભાઇ રૂપારેલીયા, વિજયભાઇ જોબનપુત્રા, નવીનભાઇ જોબનપુત્રા, રમેશભાઇ દાસાણી, રાજુભાઇ જોબનપુત્રા, નિલમબેન કારીયા, ધારાબેન કુંડલીયા, દીપ્તીબેન કારિયા, ફાલ્ગુનીબેન હીંડોચા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ રાજકોટ શહેરનાં મેરેજ બ્યુરો સંચાલકો શ્રી મનુભાઇ મીરાણી, દીલીપભાઇ કુંડલીયા, હર્ષદભાઇ મજીઠીયા, અમરશીભાઇ રૂઘાણી, ભુપેન્દ્રભાઇ અનડકટ, શૈલેષભાઇ પુજારા, કિશોરભાઇ કારિયા, જતીનભાઇ ભીંડોરા કલ્પેશભાઇ પોપટ, સોનલબેન ચંદારાણા, હર્ષાબેન કકકડ, રચનાબેન રૂપારેલીયા, મીનાબેન છગાણી, વર્ષાબેન કારિયા, પુજાબેન ગણાત્રા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:02 PM IST)










