<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

રવિવારે ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલનો વિદ્યા સત્‍કાર સમારોહ

સંસ્‍થાના સુવર્ણજયંતિ વર્ષ નિમિતે આ વર્ષે તલવારબાજી, રમત ગમત, મેડીકલ કેમ્‍પ સહિતના કાર્યક્રમો યોજાશે : ૩૭૦થી વધુ ક્ષત્રિય તેજસ્‍વી તારલાઓનું સન્‍માનઃ કુંવર રઘુરાજપ્રતાપસિંહજી (ભદરી), મહારાજા યદુવિર ક્રિષ્‍નાદતા, ચામરાજા વાડિયાર ઓફ મૈસુર, માંધાતાસિંહજી જાડેજાની ઉપસ્‍થિતિ

રાજકોટઃ શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ રાજકોટ દ્વારા આગામી રવિવારના રોજ ૫૦ મો વિદ્યાસત્‍કાર સમારોહ યોજાશે. સુવર્ણ જયંતિ વર્ષ સમારોહમાં મુખ્‍ય મહેમાન ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના કુંડાના ધારાસભ્‍યશ્રી ભદરી સ્‍ટેટના રાજકુંવરશ્રી રઘુરાજપ્રતાપસિંહજી ‘‘રાજાભૈયા'' તેમજ મહારાજા યદુવિર ક્રિષ્‍નાદત્તા ચામરાજા વાડિયાર ઓફ મૈસુર, સાંસદ મૈસુર, કર્ણાટક અને અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. આ સમારોહમાં ૩૭૦ થી વધુ ક્ષત્રિય તેજસ્‍વી તારલાઓને સન્‍માનીત કરવામાં આવશે.

સૌરાષ્‍ટ્ર કચ્‍છના ક્ષત્રિય સમાજના તેજસ્‍વી વિધ્‍યાર્થીઓને સંસ્‍થા દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી સન્‍માનીત કરી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જાગળતિ લાવવા માટે અવિરત કાર્ય થઈ રહ્યા છે. સુવર્ણ જયંતી વર્ષ વિદ્યા સત્‍કાર સમારોહ તા. ૧૫/૦૯ રવિવારના રોજ બપોરના ૦૨ કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ રાજકોટ ખાતે યોજાશે. ગત વર્ષે ૪૯માં વિધ્‍યા સત્‍કાર સમારોહમાં ક્ષત્રિય શિરોમણી મહારાણાપ્રતાપના વંશજ શ્રી લક્ષ્યરાજસિંહજી ઓફ મેવાડ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રમુખ સ્‍થાને ઠાકોરસાહેબ માંધાતાસિંહજી જાડેજા ઓફ રાજકોટ, કચ્‍છ અબડાસાના ધારાસભ્‍ય પ્રદ્યુમનસિંહજી જાડેજા, રાપર-કચ્‍છના ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિંહજી જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્‍દ્રસિંહજી જાડેજા (હકુભા), જે. એમ. જે. ગ્રુપના મેનેજીંગ ડીરેકટર-મયુરધ્‍વજસિંહજી જાડેજા (પડાણા) હાજર રહેશે.

ક્ષત્રીય સમાજના હાયર એજયુકેશન થી પ્રાઇમરી સુધીમાં ઉચ્‍ચતમ સિધ્‍ધિ હાંસલ કરનારા ૩૭૦ થી વધુ વિદ્યાથી દીકરા, દિકરીઓને શિલ્‍ડ, સર્ટીફીકેટ તથા રોકડ પુરસ્‍કાર સાથે મહાનુભાવોના હસ્‍તે સન્‍માનીત કરાશે, સાથે પોલીસ ડીપાર્ટમેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ ફરજ બજાવવા બદલ રાષ્‍ટ્રપતિ ચંદ્રક મેળવનાર  ડીવાયએસપી કૃષ્‍ણકુમારસિંહજી એચ. ગોહીલ, ભગીરથસિંહ વી. ગોહીલ, નિરવસિંહજી પી. ગોહીલને પણ તેઓની ઉચ્‍ચતમ સેવા પ્રદાન કરવા સંદર્ભે સન્‍માનીત કરવામાં આવશે સાથે પ૦મા વર્ષના લક્ષ્યમાં ઓલ ઇન્‍ડિયા બાસ્‍કેટ બોલ ફેડરેશન સિલેકશન કમીટીના ચેરમેન પદે પસંદગી પામેલા અને તાજેતરમાં પેરીસ ઓલમ્‍પિકમાં સ્‍પેશીયલ ડેલિગેટ રહેલા શકિતસિંહ ગોહીલનું પણ સન્‍માન કરાશે.

સંસ્‍થાના સુવર્ણ જયંતિ વર્ષ નિમિતે વર્ષ દરમ્‍યાન, સાફા બાંધવાની સ્‍પર્ધા, તલવારબાજી સ્‍પર્ધા, ઇન ડોર આઉટ ડોર ગેમ્‍સ, રકતદાન કેમ્‍પ, મેડીકલ કેમ્‍પ જેવા કાર્યક્રમો યોજાશે તેમ આગેવાનોએ જણાવ્‍યું હતું.

તસ્‍વીરમાં અશોકસિંહ વાઘેલા, લોલીયા, રાજદીપસિંહ જાડેજા વાવડી, સત્‍યજીતસિંહ જાડેજા કાળીપાટ, ચંદ્રસિંહ જાડેજા ખોખરી, તિર્થરાજસિંહ ગોહીલ -ત્રાપજ, મયુરસિંહ પરમાર -મુળી, દિલજીતસિંહ જાડેજા -ભાતેલ, રાજદીપસિંહ રાણા -વણા, ગીરીરાજસિંહ જાડેજા -શાપર, વિજયસિંહ જાડેજા -વિસોત્રી, જયદેવસિંહ જાડેજા -રીબ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:04 PM IST)