તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ગુણવંતભાઇ ડેલાવાળા રાજકોટને મળ્યા અને ફળ્યા, સેવાક્ષેત્રથી કદી ન પાછા વળ્યાઃહેપી બર્થ ડે
મૈં સાંસ લેતા હુ, સરગમ કી ખુશ્બુ આતી હૈ, એક મહેકા મહેકા સા પૈગામ લાતી હૈ મેરે દિલ્હી હર ધડકન પરમાર્થ કા ગીત ગાતી હૈ...

એક બાળક એક શિલ્પકારના ઘર પાસે ઊભો ઊભો મૂર્તિ ઘડવાની પ્રક્રિયા જોઇ રહ્યો હતો. જયારે શિલ્પકારની નજર બાળક પર પડી ત્યારે શિલ્પકારે પૂછયું, કેમ બેટા, શું જોઇએ છે? બાળક કહે, કાકા, હું તો તમે મૂર્તિ કેવી રીતે બનાવો છો તે જોવા ઊભો છું. આવો જવાબ સાંભળી શિલ્પકારે કહ્યું, બેટા, મૂર્તિ કોઇ દિવસ બને નહીં. મૂર્તિ તો પથ્થરની અંદર પહેલેથી હોય જ. માત્ર મૂર્તિ સિવાયનો ભાગ પથ્થરમાંથી દૂર કરીએ એટલે મૂર્તિ બની જાય. તારે તારું જીવન મૂર્તિ જેવું બનાવવું હોય તો આમ કર. તારી અંદર જે બિનજરૂરી બાબતો છે તેને કાઢી નાખ. તું મૂર્તિ બની જઇશ.
આ પ્રસંગ શહેરની સુપ્રસિધ્ધ સરગમ કલબના સુપ્રીમો શ્રી ગુણવંતભાઇ ડેલાવાળાને લાગુ પડે છે. તેમણે પોતાની જાતને સેવામૂર્તિ તરીકે કંડારી છે. ૧૯પ૪ ના વર્ષની તા. ૧૩ સપ્ટેમ્બરે તેમનો જન્મ થયેલ. આજે જીવનના ૭૧માં વર્ષના વહાલથી વધામણા કર્યા છે.
સરગમ કલબ ૧૬ હજારથી વધુ સભ્યો ધરાવતી ઘેઘુર વૃક્ષ જેવી સેવાકીય સંસ્થા છે. તેના દ્વારા પ૧ પ્રકલ્પોથી સમાજ સેવા થઇ રહી છે. હેમુ ગઢવી હોલ, ઇવનિંગ પોસ્ટ, ઇન્ડોર સ્ટેડીયમ, મુકિતધામ, આરોગ્ય કેન્દ્ર વગેરેનું સંચાલન નમૂનારૂપ છે. બાળકોથી માંડી વૃધ્ધો સુધીના લોકો માટે વિવિધ પ્રવૃતિઓ કરે છે. તેમની પરમાર્થની વૃત્તિ છે એટલે અઢળક પ્રવૃતિ છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. જનસંઘ-ભાજપ સાથે તેમનો પ૮ વર્ષનો અતૂટ નાતો છે. ભૂતકાળમાં રૂડાના ચેરમેન તરીકે ‘રૂડા' કામથી ચાહના મેળવી હતી. ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના ડીરેકટર તેમજ કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય સંલગ્ન નિગમમાં ડીરેકટર તરીકે રહી ચૂકયા છે. વૈષ્ણવ સમાજમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિજય કોમર્શીયલ બેંકમાં ડીરેકટર, ફુટબોલ એસો. માં ઉપપ્રમુખ ઉપરાંત કંસારા સમાજ સહિત શ્રેણીબધ્ધ સંસ્થાઓમાં તેમનું અનેરુ યોગદાન છે. મુંબઇની પ્રેમકલા એકેડમી દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના સબંધો દરિયા પારના દેશો સુધી વિકસેલા છે.
ગુણુભાઇને અનુભવે સમજાવયુ છે કે કોઇકને સારુ કહેવામાં મજા છે. કોઇકને સાચુ કહેવામાં મજા છે. કહ્યા વગર સમજી જાય એના સંપર્કમાં રહેવાની અલગ જ મજા છે. મો. ૯૮ર૪૦ ૪૦૮૮૯રાજકોટ(પ-૯)
(11:25 AM IST)










