<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

શોખ માટે દેશી તમંચો લઇ ફરતો'તોઃ ભગવતી સોસાયટીના ફિરોઝને એસઓજીએ દબોચ્‍યો

ચોટીલા તરફથી લાવ્‍યાનું રટણઃ પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ કામળીયાની ટીમની કામગીરીઃ કિશોરભાઇ ઘૂઘલ અને દિપકભાઇ ડાંગરની બાતમી

રાજકોટ તા. ૧૩: શહેર એસઓજી ટીમે દેશી તમંચા સાથે એક શખ્‍સને પકડ્‍યો છે. એસઓજી શાખાના કર્મચારીઓ ગેરકાયદેસર હથીયાર ધરાવતા શખ્‍સોને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન હેડકોન્‍સ. દિપકભાઇ મનુભાઇ ડાંગર તથા કોન્‍સ. કિશોરભાઇ લક્ષમણભાઇ ઘુઘલની સંયુકત બાતમી આધારે ૮૦ ફુટ રોડ અમુલ સર્કલથી આગળ ભગવતી ટેકનો કારખાનાના ખુણા પાસેથી ફિરોઝ ઇકબાલભાઇ સોલંકી (ઉ.વ.૩૫,  રહે. દુધ સાગર મેઇ રોડ ભગવતી સોસાયટી શેરી નં.ર ભાડાની ઓરડીમા)ને રૂ. ૫૦૦૦ના દેશી તમંચા સાથે પકડી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં તેણે પોતાને માથાકુટ ચાલતી હોવાનો અને તમંચો રાખવાનો શોખ હોવાથી રાખ્‍યાનું અને ચોટીલા તરફથી લાવ્‍યાની ફરતી ફરતી વાતો કરી હતી. વિશેષ તપાસ માટે રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાએ ગણપતિ ઉત્‍સવ અને વિસર્જન અંગેના તહેવાર અનુસંધાને સંવેદનશીલ વિસ્‍તારોમાં પેટ્રોલીંગ રાખી ગેરકાયદેસર હથીયાર ધરાવતા શખ્‍સો વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા સુચના આપી હોઈ તે અંતર્ગત પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઇ આર.જે. કામળીયા, હેડકોન્‍સ. દિપકભાઇ ડાંગર, જીજ્ઞેશભાઇ અમરેલીયા,અરૂણભાઇ બાંભણીયા તથા કોન્‍સ. કિશોરભાઇ ઘુઘલે આ કામગીરી કરી હતી.

(11:43 AM IST)