<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

રવિવારે કારડીયા રાજપૂત જ્ઞાતીના ૪૮૯ તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાશે

રાજકોટઃ શ્રી કારડીયા રાજપૂત જ્ઞાતિ સમાજ (રામ મંદિર,૨- રાજપૂત) દ્વારા કારડીયા રાજપૂત સમાજ ના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન તા. ૧૫ ને રવિવારે સાંજે ૪ થી ૧૦ મોઢ વણિક વિદ્યાર્થી ભવન ૫- રજપૂતપરા ખાતે કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં અતિથી વિષેશ તરીકે વજુભાઇ વાળા (પૂર્વ રાજપાલ કર્ણાટક) ગંભીરસિંહ પરમાર (પૂર્વ કોર્પોરેટ) અજયસિંહ પરમાર (પૂર્વ કોર્પોરેટર) કિશોરભાઇ રાઠોડ (રાજકોટ શહેર ભાજપ મહામંત્રી) સોનલબેન સેલારા (ચેરમેન શિક્ષણ  સમિતિ મ્‍યુ કોર્પોરેશન) સજજનસિંહ પરમાર (ડીસીપી) ઝોનલ-૧ રાજકોટ) પાર્થરાજસિંહ ગોહિલ (ડીસીપી) રાજકોટ  ભાર્ગવસિંહ જનકાંત (પીઆઇ) રાજપૂત સમાજ મહેશભાઇ રાજપૂત (પ્રમુખ રામનાથપરા કારડીયા રાજપૂત સમાજ હિમંતસિંંહ રાઠોડ (પ્રમુખ સતાપર- બાંટવા કારડીયા રાજપૂત સમાજ) વિજયસિંહ ડોડીયા  (પ્રમુખ ગીર સોમનાથ કારડીયા રાજપૂત સમાજ) હરેન્‍દ્રસિંહ ડોડીયા (પ્રમુખ કારડીયા રાજપૂત કર્મચારી મંડળ રાજકોટ) પ્રવિણસિંહ હેરમાં (પ્રમુખ કારડીયા રાજપૂત ચેરીટેબલ ટ્રસ્‍ટ) ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રી કારડીયા રાજપૂત રાજપૂતપરા રાજકોટ ના પ્રમુખ અરૂણસિંહ સોલંકી, ઉપપ્રમુખ સુરેશભાઇ પરમાર, મંત્રી ગુલાબસિંહ સોલંકી તેમજ તેમની સમગ્ર કારોબારી સમિતી જહેમત ઉઠાવી રહેલ છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:48 PM IST)