<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

‘ચા' માં નશીલા પદાર્થોની ભેળસેળની આશંકા : ૧૦ નમૂના લેવાયા

મનપાની ફુડ શાખાને સાથે રાખી પોલીસ તંત્રની કામગીરી : કાલાવડ રોડની ચાની હોટલોમાં દરોડા : તૈયાર ચા, ભુકી, ખાંડ તથા દૂધના સેમ્‍પલ લેવાયા : જામનગર રોડ તથા રેલનગરના ૨૪ ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે સૂચના

રાજકોટ તા. ૧૩ : શહેરમાં તહેવારો દરમિયાન મનપાની ફુડ શાખા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જામનગર રોડ તથા રેલનગર વિસ્‍તારના ખાણી-પીણીના ૪૧ ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ હાથ ધરી ૨૪ને લાઇસન્‍સ અંગે સૂચના આપવામાં આવી હતી.

ચાની શોખીન રંગીલી પ્રજાના સ્‍વાસ્‍થ્‍યને જાળવવા પ્રિપેડ ચા, ભુકી, ખાંડ, મિકસ દુધના કાલાવડ રોડના સ્‍વામીનારાયણ મંદિરથી પરિમલ સ્‍કુલ સુધીના રાજમાર્ગ ઉપરથી ૧૦ નમુના લેવામાં આવ્‍યા હતા. જેમાં નશીલા પદાર્થની ભેળસેળ રોકવા પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિભાગોને સાથે રાખીને ચાના ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અંતર્ગત કોર્પોરેશનને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી.

મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાનાᅠફૂડ વિભાગની ટીમ તથાᅠFSWᅠવાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન જામનગર રોડ-ᅠનાગેશ્વર તથા રેલનગર વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૪ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૩૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં ચામુંડા કિરાણા સ્‍ટોર, મોમાઇ નમકીન, ગાયત્રી ડેરી ફાર્મ, શ્રી આશાપુરા માર્ટ, મહાદેવ નમકીન, આનંદ પ્રોવિઝન સ્‍ટોર, કાર્તિક મદ્રાસ કાફે, રાજ જનરલ સ્‍ટોર, રાજ આઇસ્‍ક્રીમ પાર્લશ્ર, કેવલમ ખમણ, આશીર્વાદ સેલ્‍સ એજન્‍સી, તિરૂપતિ જનરલ સ્‍ટોર, ભવાની પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, બાલાજી પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ, માં ભગવતી આઇસ્‍ક્રીમ, બાલાજી દાળ પકવાન, શ્રીનાથજી ફરસાણ, જય માં ભવાની ફરસાણ, હિતેષ ફરસાણ, બડીસ બર્ગર, હરી ઓમ દાળપકવાન તથા સોનલ પંજાબીને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

ચા ભુકી - ખાંડ - દૂધના ૧૦ નમૂના લેવાયા

ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ᅠહેઠળ કુલ ૧૦ નમૂનાᅠલેવામાંᅠઆવેલ જેમાં ચા (પ્રિપેર્ડ-લુઝ) નકલંક ટી-સ્‍ટોલ, સ્‍વામિનારાયણ મંદિર સામે,ᅠકાલાવડ રોડ, ખાંડ (લુઝ) નકલંક ટી-સ્‍ટોલ,ᅠસ્‍વામિનારાયણ મંદિર સામે,ᅠકાલાવડ રોડ,ᅠ ચા ભૂકી (લુઝ) નકલંક ટી-સ્‍ટોલ,ᅠસ્‍વામિનારાયણ મંદિર સામે,ᅠકાલાવડ રોડ,ᅠમિક્‍સ દૂધ (લુઝ) નકલંક ટી-સ્‍ટોલ,ᅠસ્‍વામિનારાયણ મંદિર સામે,ᅠકાલાવડ રોડ,ᅠચા (પ્રિપેર્ડ-લુઝ) જય સિયારામ હોટલ,ᅠસાંઈબાબા કોમ્‍પ્‍લેક્ષ,ᅠકે.કે.વી. હોલ પાસે,ᅠકાલાવડ રોડ, ખાંડ (લુઝ) જય સિયારામ હોટલ,ᅠસાંઈબાબા કોમ્‍પ્‍લેક્ષ, કે.કે.વી. હોલ પાસે,ᅠકાલાવડ રોડ,ᅠચા ભૂકી (લુઝ) જય સિયારામ હોટલ,ᅠસાંઈબાબા કોમ્‍પ્‍લેક્ષ,ᅠકે.કે.વી. હોલ પાસે,ᅠકાલાવડ રોડ,ᅠચા (પ્રિપેર્ડ-લુઝ) ખેતલા આપા ટીᅠ્રૂᅠપાન સ્‍ટોલ,ᅠતુલસી કોમ્‍પ્‍લેક્ષ,ᅠપરિમલ સ્‍કૂલ પાસે,ᅠકાલાવડ રોડ,ᅠખાંડ (લુઝ) ખેતલા આપા ટીᅠ્રૂᅠપાન સ્‍ટોલ,ᅠતુલસી કોમ્‍પ્‍લેક્ષ,ᅠપરિમલ સ્‍કૂલ પાસે,ᅠકાલાવડ રોડ,ᅠચા ભૂકી (લુઝ) ખેતલા આપા ટીᅠ્રૂᅠપાન સ્‍ટોલ,ᅠતુલસી કોમ્‍પ્‍લેક્ષ,ᅠપરિમલ સ્‍કૂલ પાસે,ᅠકાલાવડ રોડ ખાતેથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી.

(3:05 PM IST)