તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ભૂપેન્દ્રભાઇએ સરળ વ્યકિતત્વને સાકાર કરી બતાવ્યું : શહેર ભાજપ ત્રણ વર્ષના સફળ કાર્યકાળ બદલ શુભેચ્છા પાઠવી

રાજકોટ, તા. ૧ર : શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ રાજયના મળદુ, મકકમ અને પારદર્શી સરકારના પ્રણેતા લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મમાં ત્રણ વર્ષ પૂરા થતાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સફળ શાસનમાં નિર્મળતા અને નિર્ણાયકતા એકમેકના પર્યાય બની ગયા છે.
સરળ અને નીખાલસ મુખ્યમંત્રીની ઓળખ ધરાવતા ભુપેન્દ્રભાઈ પટેલ ખરા અર્થમાં એક સાહસિક સેવક અને સરળ સ્વભાવ થી ગુજરાતની ધુરા સંભાળી રહયા છે અને સમગ્ર રાજયની પ્રજાને સુશાસનનો અનુભવ થઈ રહયો છે.
આવનારા સમયનું ગુજરાત સમૃધ્ધ બનશે. નરેન્દ્રભાઇ મોદીનો મંત્ર ‘સૌનો સાથ સૌના વિકાસ' ને ખરા અર્થમાં સાર્થક થશે અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ ગુજરાતની વિકાસ યાત્રાની કેડીને તેઓ સફળતાપૂર્વક રીતે આગળ વધારી રહ્યા છે તેમ અંતમાં જણાવી શહેર ભાજપ આગેવાનોએ ભુપેન્દ્રભાઇ પટેલને હજુ રાજયના દરેક માનવીનેપ્રગતિ થાય અને યોગ્ય નિર્ણયથી રાજયનો વિકાસ થાય તેવી શુભેચ્છા પાઠવી છે.
(3:35 PM IST)










