<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

દાઉદી વ્‍હોરા સમાજ આયોજીત કાર્યક્રમમાં વિજયભાઇ રૂપાણીની ઉપસ્‍થિતિ

રાજકોટઃ મહમદ પયગંબર સાહેબના જન્‍મદિવસ નિમિત્તે રાજકોટ દાઉદી વોહરા સમાજ દ્વારા આયોજીત કાર્યક્રમમાં, પૂર્વ મુખ્‍યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી અને સમગ્ર સમાજના આગેવાનોને શુભેચ્‍છા આપી હતી. આ તકે તેમની સાથે રાજકોટ ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍યો રમેશભાઈ ટીલાળા - ડો. દર્શીતાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(8:04 PM IST)