તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ગણેશોત્સવમાં આરતી ઉતારતા મયુરધ્વજસિંહ જાડેજા : બલભદ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ....

રાજકોટ : જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ...આરતી સાથે શ્રી ગજાનન ગણનાયક શ્રીગણેશાને રાજકોટમાં ઠેર-ઠેર બિરાજીત કરવામાં આવ્યા છે ત્યારે શહેરના એ. જી. ચોક, કાલાવડ રોડ ખાતે ગણેશોત્સવમાં આરતી જેએમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટના અન્ય દિગ્ગજોએ પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો. તા. ૭ શનિવારે ગણેશ ચતુર્થીના શુભ દિવસે સાંજે ૭ કલાકે શ્રી મયુરધ્વજસિંહ એમ. જાડેજા (પડાણા) મેનેજીંગ ડાઇરેકટર જેએમજે ગ્રુપનો સત્કાર સમારંભ ચમત્કારીક હનુમાનજી મંદિર એ.જી. ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો તથા ભકત જનોની હાજરીમાં ઉજવવામાં આવ્યો અને ગણેશ દાદાનું ઉદ્દઘાટન તથા આરતી મયુરધ્વજસિંહ દ્વારા ઉતારવામાં આવી. તેઓ ચમત્કારીક હનુમાનજી મંદિર જીર્ણોધ્ધારના થતા હરભમજિરાજ ગરાસિયા બોર્ડિંગના સવા કરોડના મુખ્ય દાતા, દર વર્ષે સર્વે જ્ઞાતિની ૧૦૧ દીકરીઓના સમૂહ લગ્ન અને કરિયાવર આપે છે. આ પ્રસંગે મુખ્ય કમિટી દ્વારા હનુમાનજીનો ફોટો તથા સાલ ઓઢાડવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનો શ્રી પી. બી. જાડેજા-નિવૃત્ત સિનિયર ઓડિટ ઓફિસર, ડી. ટી. વાઘેલા-નિવૃત પોલીસ ઇન્સ્પેકટર, આર. એફ. ગોહિલ-નિવૃત પોલીસ ઇન્સ્પેકટર, બલભદ્રસિંહ ચુડાસમા (દેવચડી) એડવોકેટ, નીરૂભા વાઘેલા-કોર્પોરેટર, ધર્મેન્દ્રભાઇ ભગત પ્રમુખ તથા બીજેપી અગ્રણી, જીગરસિંહ જાડેજા-સૌરાષ્ટ્રના ખ્યાતનામ ન્યુરોસર્જન, હરભમજીભાઇ જાડેજા-મોટા મવા, પી. જે. રાણા-ગેડી, ભારતસિંહ ઝાલા-રતનપર, ભરતસિંહ જીજીભા ઝાલા-અડવાળ, ગિરિરાજસિંહ રાઠોડ (છારા) કાર્યકારી પ્રમુખ, માયાબા જાડેજા-પ્રમુખ રૂદ્રશકિત મહિલા મંડળ, નયનાબા જાડેજા-ઉપ પ્રમુખ, બળદેવસિંહ ચુડાસમા-નિવૃત બેન્ક અધિકારી, આર. ડી. જાડેજા-વચલી ઘોડી, ગજુભા જેઠવા-નિવૃત બેન્ક અધિકારી, શકિતસિંહ જાડેજા (ખીલોસ) સ્ટાર સ્પોર્ટ્સ ક્રિકેટ એકસપર્ટ, બી. ટી. જાડેજા-હડમતીયા જંકસન, રાજભા વાઘેલા, અશોકસિંહ જાડેજા, વિનુભાઇ પરમાર-બીજેપી અગ્રણી, સુરેશભાઇ પટેલ- પટેલ કોમ્પ્યુટર, હઠીસિંહ જાડેજા, ડી. વી. ગોહિલ, નરેન્દ્ર કતિરા-નિવૃત બેન્ક અધિકારી સહિત મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિટીના થાનકીબાપુ, આશિષભાઇ ગોહેલ, યોગેશભાઇ પોપટ, વિક્રમસિંહ પરમાર, જીતુભાઇ ચંદારાણા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ-એ.જી. સોસાયટી, મયુરસિંહ જાડેજા-એ. જી. સોસાયટી, કગિરી બાપુ પૂજારી વગેરે કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન દિલીપસિંહ જાડેજા-વેજાગામ દ્વારા કરવામાં આવ્યું હતું. દર શનિવારે મંદિરે લગભગ ૭ થી ૮ હજાર ભકતો દર્શને આવે છે અને દાદાના ચમત્કારથી માનતા પુરી કરે છે અને કમિટી દ્વારા ભકતો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. ચમત્કારીક હનુમાનજી દાદાના દર્શને પધારવા માટે સહુને આવકારવામાં આવે છે. (સંકલન : બલભદ્રસિંહ ચુડાસમા, એડવોકેટ)
(3:48 PM IST)










