<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

યાર્ડમાં કંટોળા-કોથમીર-મેથીના ભાવ ઉંચકાયા : ગૃહિણીઓને હેરાનગતિ લીંબુ, ગુવાર, વાલોળ, આદુના ભાવમાં પણ વધારો થતા બજેટ વેરવિખેર

રાજકોટ,તા.12 : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો થતા હોય છે. જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો જોવા મળતા હોય છે. જેના કારણે થઇને ગળહિણીઓના બઝેટ પર મોટી અસર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

 20 કિલોના ભાવ જોઇએ તો  યાર્ડના લીંબુના ભાવ 1800થી 2600, બટેટા 300થી 631, ડુંગળી સુકી 270થી 840, ટમેટા 300થી 600, કોથમરી 2000થી 3000, મુળા 300થી 500, ગુવાર 1100થી 1450, વાલોળ 800થી 1200, સરગવો 1000થી 1400, કંટોળા 1400થી 2000, મેથી 2000થી 3000 અને આદુ 800થી 1600 જોવા મળે છે. 

(4:03 PM IST)