<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

સર્વેશ્વર ગણેશોત્‍સવઃ વડીલો અને અંધ બહેનોએ દર્શનનો લાભ લીધો

આજે રાત્રે અનાથ બાળકો દ્વારા આરતીઃ રવિવારે અન્નકોટ દર્શન-રકતદાન કેમ્‍પ

રાજકોટ : સર્વેશ્વર ચોકમાં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજીત ગણેશ મહોત્‍સવમાં વૃધ્‍ધાશ્રમના એકસો પચ્‍ચીસ થી વધુ વૃધ્‍ધો તથા અંધાશ્રમના પચાસથી વધુ અંધ બહેનોએ દર્શનનો લાભ લીધલ હતો, વૃધ્‍ધો તથા અંધ બહેનોને ભોજન સાથે ભેટ આપવામાં આવી હતી. ગીફટ આપેલ હતી. તમામે  મહાઆરતીનો પણ લાભ લીધેલ હતો. બસની વ્‍યવસ્‍થા જીનીયસ સ્‍કુલના ડી. વી. મહેતા તથા પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજગુરૂ દ્વારા વિનામૂલ્‍યે કરવામાં આવેલ હતી.  પ્રી. મોદી સ્‍કુલના બાળકોએ પણ દર્શનનો લાભ લીધો હતો. સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન  જયમીનભાઇ ઠાકર સહપરિવાર, ઉદ્યોગપતિ કેતનભાઇ ધ્રુવ, સહપરીવાર, પ્રેમ પેટ્રોલીયમના આશીષભાઇ હીંડોચા, ઢોસા હબના દિપકભાઇ ચંદારાણા સહપરિવાર ઉપસ્‍થિત રહેલ હતાં. આજે ભોજન અનાથ બાળકોની આરતી તથા તા. ૧પ રવિવારે અન્નકોટના દર્શન તથા બ્‍લડ ડોનેશન કેમ્‍પ રાખવામાં આવેલ છે.

(4:06 PM IST)