<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

સ્‍વચ્‍છતા સંવાદ-રેલી-વેસ્‍ટ ટુ આર્ટ ફર્સ્‍ટ-સફાઇ ઝૂંબેશ હાથ ધરાશે મનપા મંગળવારથી સ્‍વચ્‍છતા સેવા પખવાડિયુ ઉજવશે

17 સપ્‍ટેમ્‍બરથી 31 ઓકટોબર સુધી વિવિધ થીમ પર કામગીરીઃ મેયર સહિતના પદાધિકારીઓએ આયોજનની આપી વિસ્‍તૃત માહિતી

રાજકોટ, તા., 13 :  મહાનગરપાલિકા દ્વારા તા.17 સપ્‍ટેમ્‍બરથી તા.02 ઓકટોબર દરમ્‍યાન સ્‍વચ્‍છતા હી સેવા-2024 પખવાડિયા અંતર્ગત સફાઈ ઝુંબેશ તથા સ્‍વચ્‍છતા અનુરૂપ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોવાનું નયનાબેન પેઢડીયા, નરેન્‍દ્રસિંહ જાડેજા, જયમીન ઠાકર, સ્‍વપ્‍નીલ ખરે, મનીષ રાડીયા, લીલુબેન જાદવ, સુરેન્‍દ્રસિંહ વાળા, નીલેશ જલુ દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે.

ભારત સરકારશ્રી દ્વારા રજી ઓકટોબરના રોજ મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્‍વચ્‍છતા માટેના જન આદોલનની ઇજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્‍વચ્‍છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્‍વચ્‍છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્‍વચ્‍છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન તા.17 સપ્‍ટેર્મ્‍બર થી તા.02 ઓકટોબર સુધી સ્‍વચ્‍છતા હી સેવા-2024  પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા

નીચે મુજબના અઠવાડિક કાર્યક્રમ કરવામાં આવશે તેમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, ઇ.ચા. મ્‍યુનિસિપલ કમિશનરશ્રી સ્‍વપિ્નલ ખરે, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેનશ્રી નિલેશભાઈ જલુ અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેનશ્રી સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા જણાવવામાં આવેલ.

17થી 22 , પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ હબ અને હાઈવેની સફાઈ-23  થી 29 સુધી  ધાર્મિક અને પ્રવાસન સ્‍થળોની સફાઇ, 30થી 06 ઓકટોબર વોટર બોડીસ/નાળાની સફાઇ,  07 થી 13 ઓકટોબર સર્કલ, પ્રતિમાઓ અને ખુલ્લા પ્‍લોટ,બેક લેનની સફાઈ, 14 થી 20 ઓકટોબર  માર્કેટ અને વાણીજ્‍ય વિસ્‍તારની સફાઈ, ર1  થી 27 ઓકટોબર સરકારી કચેરીઓ/સંસ્‍થાઓની સફાઈ,  28  થી 31 ઓકટોબર આઉટગ્રોથ વિસ્‍તારની સફાઈ, 17  થી 31 ઓકટોબર દૈનિક સફાઇ,

આ ઉપરાંત દૈનિક કાર્યક્રમો તા. 17  સંસ્‍કળતિક ઉત્‍સવ (કલ્‍ચરલ ફેસ્‍ટ),તા. 18 સ્‍વચ્‍છતા રેલી, તા.19 યોગ શિબિરનું આયોજન, તા. 20 સ્‍વચ્‍છ વોર્ડ સ્‍પર્ધા, તા. 21 શૈક્ષણિક સંસ્‍થાની ભાગીદારી, તા. 22 સાઈકલોથોન અથવા મેરેથોન ઇવેન્‍ટ/સ્‍વચ્‍છતા શપથ,  તા.23  વોલ પેઈન્‍ટિંગ (મ્‍યુરલ) ડ્રાઈવ, 24 સેલ્‍ફી પોઇન્‍ટ ઇન્‍સ્‍ટોલેશન અને હ્યુમન ચેઇન (માનવ શળંખલા), 25 સફાઈમિત્ર સુરક્ષા શિબિર (અંત્‍યોદય દિવસ), 26 એક પેડ માં કે નામ  વળક્ષારોપણ ઝુંબેશ, 27 સ્‍વચ્‍છ ફૂડ સ્‍ટ્રીટ, 28 શેરી નાટક (નુક્કડ નાટક), 29  ÒReduce, Reuse, Recycle 30 સ્‍વચ્‍છતા સંવાદ, 1 ના વેસ્‍ટ ટુ આર્ટ ફેસ્‍ટ, 2 એવોર્ડ અને સન્‍માન સમારોહ સહિતના આયોજનની કરવામાં આવશે.

ઉપરોક્‍ત સ્‍વચ્‍છતા હી સેવા-2024 પખવાડિયાના આયોજન અંગે આજ તા.13-ના  ઇ. ચા. મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપિ્નલ ખરે દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ સાથે આયોજનના ભાગરૂપે મીટિંગ યોજી હતી.

(4:06 PM IST)