News of Saturday, 14th September 2024
ગાંધીગ્રામ આવાસ યોજના ક્વાર્ટર પાસે ગણપતિ પંડાલ ખાતે બઘડાટીઃએક શખ્સની ધોલધપાટ થયાનો વિડીયો વાયરલ જુઓ વિડિયો

રાજકોટઃ શહેરમાં ગત રાતે ગાંધીગ્રામ નાણાવટી ચોક નજીક આવાસ ક્વાર્ટર નજીક ‘નાણાવટી ચોક કા રાજા' નામના ગણપતિજીના પંડાલ ખાતે ધબાધબી બોલી ગઇ હતી. એક યુવતિને મારકુટ થઇ હતી અને બાદમાં ેએક શખ્સને લોકોએ બેફામ ઢીબી નાંખ્યો હતો. એક બાઇક પણ પછાડી દેવામાં આવ્યું હતું.
આ બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. છેડતી મામલે આ ડખ્ખો થયાની ચર્ચા વહેતી થઇ હતી. જો કે આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઇ નોંધ થઇ નથી.
માથાકુટ કોની કોની વચ્ચે થઇ? શા કારણે થઇ? તેની વિગતો બહાર આવી નથી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થયો છે. જેના દ્રશ્યો જોઇ શકાય છે. આ વિડીયોમાં એક યુવતિ પડી ગયેલી અને બીજા મહિલા તેને ઉભા કરતાં દેખાય છે. તો બીજી તરફ એક શખ્સને બીજા લોકો ઘુસ્તાવતા પણ દેખાય છે.
(3:13 PM IST)










