News of Saturday, 14th September 2024
રેલનગરમાં એક શખ્સે કહ્યું-મને ગણપતિ સામે વાંધો છે! જુઓ વિડિયો
જંગલેશ્વર હોય, બાબરીયા હોય કે અહિ હોય, એકલો જ હોવ છું...આ બધાયને સમજાવો ગણપતિ ઉત્સવ આયોજનને વહેલુ બંધ કરવા મામલે મહિલા સાથે બોલાચાલીઃ વિડીયો વાયરલ

રાજકોટઃ શહેરના રેલનરગ વિસ્તારમા છત્રપતિ શિવાજી ટાઉનશીપ વન બીએચકેમાં રાતે એક શખ્સે મહિલા સામે જેમ તેમ બોલી અયોગ્ય વર્તન કરતાં આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. બાઇક પર બેઠેલો શખ્સ બોલે છે કે- બાકી તો બધાય કેવુ ક્યે છે ખબર છે, મભમમાં બોલોમા, મેં કીધુ દસ વાગ્યા પછી બંધ કરી દેવાનું છે, સાહેબ કહી ગ્યા છે. કાલે એડવાન્સમાં સાડા નવ વાગ્યામાં ગાડી ન રાખી દઉ તો કહેજો. તું તો ઓળખશને મારા બેતાલીસ વર્ષ થયા, અહિ નહિ બાબરીયા, જંગલેશ્વર ગમે ત્યાં જોઇ લે એકલો જ હોવ ને, આ બધાયને કહી દેજે. પણ તને હજી ખબર નથી, જેદી તારી માથે આવશે ને તેદી તું કહીશ કે હાથ જોડી ગ્યો. આ લોકોને તેમના ઘરવાળા કોઇ કોઇ કહેવાવાળુ છે જ નહિ. એ પછી એક મહિલા કહે છે કે સામુહિક ન બોલતાં, જેનાથી પ્રોબ્લેમ હોય તેનું નામ લઇને બોલજો તેમ કહે છે. આ મહિલા એ શખ્સને ભરતભાઇનું સંબોધન કરે છે. એ પછી આ શખ્સ હવે તમે કાલે કરીને જોજો...એવું બોલે છે. આ મામલે જો કે કોઇ ફરિયાદ નોંધાઇ નથી.
(2:55 PM IST)










