News of Saturday, 14th September 2024
શિવસંગમ સોસાયટીના નવનીતભાઇ આશરનું હૃદયરોગના હુમલાથી મોત

રાજકોટ તા. ૧૪: હૃદય રોગના હુમલાથી મૃત્યુના બનાવ યથાવત રહ્યા છે. કોટેચા ચોક અને ઇન્દિરા સર્કલ વચ્ચે જલારામ-૨ શિવસંગમ સોસાયટીમાં રહેતાં નવનીતભાઇ ગોપાલભાઇ આશર-ભાટીયા (ઉ.વ.૫૪) ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર નવનીતભાઇ હાલ નિવૃત જીવન જીવતા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે બે ભાઇમાં મોટા હતાં.
(4:26 PM IST)










