<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

જય જવાન જય કિસાન સોસાયટીમાં અરવિંદભાઇનું બેભાન હાલતમાં મોત

વર્ષો સુધી દારૂ પીધો, ત્રણ મહિના પહેલા છોડયો પછી પથારીવશ થઇ ગયા હોવાનું ભત્રીજાનું કથન

રાજકોટ તા. ૧૪: મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટી નજીક ઉજ્જવલ સોસાયટીમાં રહેતાં અરવિંદભાઇ ભીમજીભાઇ ધામેચા (ઉ.વ.૪૬) રાતે બારેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. અરવિંદભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે સીંગના કારખાનામાં મજૂરી કરતાં હતાં. ભત્રીજા મુન્‍નાભાઇના કહેવા મુજબ કાકા અરવિંદભાઇએ વર્ષો સુધી દારૂ પીધો હતો. ત્રણ મહિના પહેલા અચાનક પીવાનું સદંતર બંધ કરી દીધુ હતું. એ પછી તેમની તબિયત ખુબ બગડી ગઇ હતી અને પથારીવશ થઇ ગયા હતાં. રાતે ઓચીંતા બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું.

(11:45 AM IST)