News of Saturday, 14th September 2024
રીબડા પાસેના ટોલનાકા પર પરેશાની પારાવારઃ ટ્રાફિક જામ, વસુલાતમાં માથાકૂટ

રાજકોટ : ગોંડલ-રાજકોટ વચ્ચેના રીબડા પાસેના ટોલનાકા પર અને જેતપુર પાસેના પીઠડિયા ટોલનાકા પર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેટલી ટોલ બારી છે તે બધી કયારેક જ ચાલુ હોય છે. કયારેક કોઇ વાહન ચાલક હોર્ન વગાડે તો ટોલનાકા પરનો સ્ટાફ તેની સાથે અસભ્ય વર્તન કરે છે. બેલેન્સ હોવા છતાં બેલેન્સ નથી તેવુ કહીને રોકડ ડબલ ચાર્જ વસુલી લેવાના બનાવ બન્યાની ફરીયાદો ઉઠી છે. અમૂક બાવળાના બળવાળા ભેગા થઇને વાહન ચાલકને ડરાવવા પ્રયાસ કરતા હોવાની વાતો પણ સંભળાઇ રહી છે. ટોલનાકે કામગીરી ઝડપી બને, સ્ટાફ સભ્યતા જાળવે તેમજ લોકોની તકલીફોને સંચાલકો સમજે તેવી લાગણી પ્રવર્તે છે. ટોલનાકા પરની દાદાગીરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયાનું જાણવા મળે છ.ે કયા ટોલનાકા પર કયારથી ટોલ ઉઘરાવવાનું શરૂ થયું અને હજુ કેટલો સમય ચાલશે. ? તેના બોર્ડ મુકવા જોઇએ. (તસ્વીર : અશોક બગથરીયા)
(2:20 PM IST)










