<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

યદુવંશી આપા ડાયરો ગ્રુપ દ્વારા કાલે મવડી ચોકડી ખાતે પરષોતમ રૂપાલાજીની પેંડા તુલા : સન્‍માન સમારોહ

રાજકોટ તા. ૧૪: યદુવંશી આપા ડાયરો અને લાલાભાઇ આહીર (ગીર) તથા યદુવંશી ક્ષત્રિય આહીર સમાજ દ્વારા લોક લાડીલા  સાંસદ શ્રી પરષોતમ રૂપાલાજીને ઝળહળતી જીત બદલ પેંડા તૂલા કરી સન્‍માનિત કરવાનો સમારોહ કાલે તા. ૧૫ ના રવિવારે સાંજે ૫-૩૦ વાગ્‍યે મવડી ચોકડી વીર આહીર દેવાયત આપા બોદરની પ્રતિમા પાસે રાજકોટમાં યોજેલ છે.

લોકસભા ૨૦૨૪ ની ચૂંટણી દરમ્‍યાન રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે શ્રી પરષોતમ રૂપાલા ને ટિકિટ ફાળવવામાં આવી હતી. તેઓ રાજકોટ સીટ ઉપરથી જંગી બહુમતીથી લીડ મેળવીને જીતે એ માટે યદુવંશી આપા ડાયરો વતી લાલભાઇ આહીર (ગીર) અને યદુવંશી ક્ષત્રીય આહીર યુવાનોએ દ્રારકા જઇને જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને મુરલીધર ને પ્રાર્થના કરેલ કે રૂપાલાજી ને જંગી બહુમતી સાથે જીત અપાવજો. દ્વારકાધીશ ની સાક્ષી એ માનતા લીધી કે રૂપાલાજી જીતી જાય એટલે તેમની પેંડા દ્વારા તુલા કરશું. યદુવંશી ક્ષત્રિય આહીર સમાજ વતી સન્‍માન કરીશું.

હવે જયારે લોકસભામાં ૨૦૨૪ની ચૂંટણીમાં રાજકોટ સીટ ઉપર પરષોતમ રૂપાલા જંગી બહુમત સાથે જીત મેળવી લીધી છે. ત્‍યારે કાલે તા. ૧૫ નાા પેંડા તુલા અને સન્‍માન વિધી કાર્યક્રમ રાખેલ છે.

આ સન્‍માન કાર્યક્રમમાં પધારવા આહીર સમાજ અને સર્વે લોકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવાયુ છે. 

સમગ્ર આયોજન માટે  વિજયભાઇ કુગશીયા - મહામંત્રી યદુવંશી આહીર સમાજ મો. ૯૮૦૦૦ ૨૨૫૨૨  લાલભાઇ આહીર ગીર, સુભાષભાઇ ડાંગર- સરપંચ અતુલભાઇ ગોહીલ- યુવા અગ્રણી આહીર  , દેવરાજભાઇ સોનારા, ઉદયભાઇ સોનારા, સુરેશભાઇ સવસેટા, કુલદીપભાઇ નાટડા, મનીષભાઇ ચાવડા, રાહુલભાઇ ડેર, રણજીતભાઇ ચાવડા, રામભાઇ લાખનોત્રા જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્‍વીરમાં ‘‘ અકિલા'' ખાતે વિગતો વર્ણવતા યદુવંશી આપા ડાયરો ગ્રૂપના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:00 PM IST)