<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

સોનમ નવનાત ગરબા મહોત્‍સવના મધ્‍યસ્‍થ કાર્યાલયનું આજે સાંજે ઉદઘાટન

જૈન વિઝન અને વિશ્વ વણીક સામાજીક સંગઠન દ્વારા આયોજીત

રાજકોટ :  જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠનના સંયુક્‍ત ઉપક્રમે બિન વ્‍યવસાયિક નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૪ (સોનમ - નવનાત ગરબા)ના મધ્‍યસ્‍થ કાર્યાલયનું આજે તા. ૧૪ શનિવારે સાંજે ૬-૪૫ કલાકે  દશા સોરઠીયા વણિક બોર્ડીગ, રવિ પ્રકાશન પાસે, ડો. યાજ્ઞિક રોડ ખાતે ઉદઘાટન  જૈન શ્રેષ્ઠી જીતુભાઈ બેનાણી અને શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશીના હસ્‍તે કરવામાં આવશે.

આ નવરાત્રી મહોત્‍સવની સફળતા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી ઉપરાંત ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, સુનીલ કોઠારી, હેમલ મહેતા, તુષાર પતીરા, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા, નરેશ મહેતા, વિપુલ મહેતા તથા વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં મુકેશ ધોળકિયા, ભાગ્‍યેશ વોરા, અતુલ કોઠારી, જયેશ ધ્રુવ, અરવિંદ પાટડિયા, ભાયાભાઈ સાહોલીયા, નીતિન માંડલિયા, રાજુભાઈ ધારૈયા અને વિશ્વાસ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.

મધ્‍યસ્‍થ કાર્યાલયની વ્‍યવસ્‍થા નીલ મહેતા, નીરવ મહેતા, જય મહેતા, ભરત વખારિયા, આશિષ દોશી, સુધીર પટેલ, કેતન વખારિયા, કેતન સંઘવી, વિશાલ મહેતા, દીપ રામાણી, હિતેશ દેસાઈ, અનીલ ઝાટકીયા, મનીષાબેન શેઠ, મીનાબેન શાહ, કાજલબેન દેસાઈ વગેરે સંભાળી રહ્યા છે.

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સંગઠનના સી એમ શેઠે સંયુક્‍ત જણાવ્‍યા અનુસાર આ વખતે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર સિક્રેટ કિચનની સામે આર કે વર્લ્‍ડ ટાવરની બાજુમાં શીતલ પાર્ક ચોકડીથી આગળ અયોધ્‍યા ચોકડીની પાસેના મેદાનમાં તા. ૩ ઓક્‍ટોબરથી ૧૨ ઓક્‍ટોબર સુધી નવરાત્રી ઉજવાશે.

(3:26 PM IST)