<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

પૂર્વ ટીપીઓ સાગઠીયાના મકાનમાં વધારાનું બાંધકામ મળ્‍યું : દૂર કરવા નોટીસ ફટકારતુ મનપા

ટીઆરપી અગ્નિકાંડમાં ફરજમાં બેદરકારી બદલ હાલ જેલમાં બંધ

રાજકોટ, તા. ૧૪ :  શહેરમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ ગેરકાયદે બાંધકામને નોટીસ આપી તોડી પાડવાની કાર્યવાહી થઇ રહી છે ત્‍યારે વોર્ડ નં. ૯ ની અનામીકા સોસાયટી, યુનિ. રોડ માં પૂર્વ ટીપીઓ સાગઠીયાના મકાનમાં માર્જીનમાં બાંધકામ કરાતા નોટીસ ફટકારવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ આ મિલ્‍કતનો પ્‍લાન પણ મનપામાં મુકાઇ ગયો છે. ત્‍યારે ગેરકાયદે બાંધકામ નજરે પડતા તંત્રએ કાર્યવાહી કરી ર૬૦ (૧) ની નોટીસ ફટકારી ૭ દિવસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા જણાવાયુ઼ છે.

અત્રે નોંધનીય  છે કે પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠીયા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ દરમિયાન ફરજમાં બેદરકારી બદલ દોષી ઠરેલ અને હાલ જેલવાસ ભોગવી રહ્યા છે.

(3:41 PM IST)