News of Saturday, 14th September 2024
કેશુબાપાની પૂણ્યતિથિએ રાજકોટમાં સ્મરણાંજલી સભા
આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આયોજન : સંસ્થાઓને જોડાવવા આહવાન

રાજકોટ : આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રની ધીંગી ધરા ના અડીખમ નેતા સ્વ. કેશુભાઈ પટેલની આગામી ઓકટોબરમાં ચતુર્થ પુણ્યતિથિએ રાજકોટ ખાતે સ્મરણાંજલિ સભા દ્વારા તેમના વિરાટ વ્યક્તિત્વને અનુરૂપ તેમને અંજલી આપવા માટે અનોખા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. કેશુભાઈ પટેલ ની પુણ્ય સ્મળતિમાં આયોજિત આ કાર્યક્રમ ને વધુમાં વધુ યાદગાર બનાવવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્ર માં લોકસેવા ને વરેલી તમામ સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષ નો સહયોગ લેવામાં આવશે. બિન રાજકીય કાર્યક્રમ દરમિયાન આખો દિવસ વિવિધ ટેબ્લો કે પ્રદર્શનો નાં માધ્યમથી સ્વ. કેશુભાઈ પટેલ ની સ્મળતિ ને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે તેમણે કરેલા કાર્યો ની ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવશે. ગુજરાત ના પનોતા પુત્ર અને ખેડૂત અને ખેતી નું હિત સદા હૃદય માં રાખનાર આ ધરતી પુત્ર ને કાયમી યાદગીરી સ્વરૂપે આપણે યાદ કરી શકીએ તે બાબતે આ સ્મરણાંજલિ સભા માં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવશે. સર્વે સમાજનાં લોકોને અપાયું છે. વિશેષ વિગત માટે જિજ્ઞેશ કાલાવડિયા (૯૮૨૫૦૨૦૦૬૪), ચિરાગ પટેલ - અમદાવાદ (૯૮૯૮૦૭૧૭૮૨), ચિરાગ કાકડીયા (૯૭૧૨૦૦૦૦૩૪), વિજય શિયાણી, જયદીપભાઇ બુસા, સંજય સગપરિયા, લિનેશ સગપરિયા, સંજય ખીરસરીયા, ધવલ વડાલિયા, એડવોકેટ જય પટેલ, જિગીષાબેન પટેલ, કંચનબેન મારડિયા, સોનલબેન ડાંગરીયાનો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:41 PM IST)










