News of Saturday, 14th September 2024
રાજકોટમાં ગાંધી જયંતીએ સૌર-તારક વેધશાળાનો પ્રારંભ
વિજ્ઞાનનો રોમાંચ સર્જાશે, વિજ્ઞાનનો દૃષ્ટિકોણ વિસ્તરશે, રહસ્યો ઉજાગર થશેઃ ડો.જે.જે. રાવલ પૂ. મોરારીબાપુના હસ્તે ઉદ્્ઘાટન થશેઃ વેધશાળા માટે નિયોજન કેમિકલ લિમિટેડ દ્વારા રૂા. પપ લાખનું દાનઃ ઉદ્્ઘાટન સમારોહમાં કંપનીના મેનેજિંગ ડિરેકટર હરિદાસ કાનાની અને ડો. બીના કાનાની ઉપસ્થિત રહેશે

લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદ પ્રસંગની તસ્વીરમાં ડો. જે. જે. રાવલ, રમેશભાઇ ભાયાણી, અનામિકભાઇ શાહ, કિશોરભાઇ હેમાણી વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૧૪ :.. વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ ડંકો વગાડવા તૈયારી કરી રહ્યું છે. આગામી તા. ર ઓકટોબરે લોક વિજ્ઞાન કેન્દ્રમાં સૌર-તારક વેધશાળાનો પ્રારંભ થશે. આ સુવિધાથી રાજકોટમાં વિજ્ઞાનનો દૃષ્ટિકોણ વિસ્તરશે. વિજ્ઞાનના સંશોધનો દ્વારા રહસ્યો ઉજાગર થશે. વિજ્ઞાનનો રોમાંચ સર્જાશે.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિજ્ઞાન જગતના આદર્શ પુરુષ ડો. જે. જે. રાવલે માહિતી આપી હતી.
ડો. રાવલે કહ્યું હતું કે, અહીં ૧૯૭૯ માં તત્કાલીન એટમીક એનર્જી કમીશનના ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઓફ એટમીક એનર્જીનાં સેક્રેટરી ડો. એચ.એન.શેઠના કરકમલો દ્વારા, આ વિજ્ઞાન સંસ્થાનું ઉદ્દઘાટનથયું છે. આ સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટીઓ અનિલભાઈ કામદાર, સીએ. કિશોરભાઈ હેમાણીના અથાગ પ્રયત્નો અને મહેનતથી આ સંસ્થાનું વળક્ષ પાંગર્યું છે અને તે ઉછર્યું છે. ઘેઘૂર વળક્ષ બની ગયું છે. ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશને ભેગા મળીને આ સેન્ટર માં ત્રણ કેન્દ્રો ખોલી રહ્યાં છે.
૧. પી.સી.વૈદ્ય એસ્ટ્રોનોમિકલ, એસ્ટ્રોફ ફિઝિકલ અને સ્પેસ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટયુટ
૨. નિયોજન સૂર્યવેધશાળા અને તારાની વેધશાળા
૩. પ્રાચીન ભારતમાં વિજ્ઞાનનો અભ્યાસ અને સંશોધન કરનારી સંસ્થા જે પ્રાચીન ભારતના વિજ્ઞાનને અર્વાચીન વિજ્ઞાન સાથે શુ સંબંધ છે, તેના વિશે પુસ્તકો લખીને ભારતીયોને માહિતગાર કરશે.
ડો. રાવેલે જણાવ્યું હતું કે, આ સંસ્થા રાજકોટના બાળકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો જ નહીં પણ પુરા ગુજરાતના અને આપણા દેશના વિદ્યાર્થીઓમાં ખગોળ વિજ્ઞાન, ફિઝિક્સ, મેથેમેટીક્સના સત્યો સ્પષ્ટ કરશે. વખતો વખત અહિં વિજ્ઞાનની વિવિધ શાખાઓના કોર્સિસ થશે અહીં દેશ અને દુનિયાના વિજ્ઞાનીઓ આવશે. અહીં યુવાનો સૂર્ય, તારા, લધુ ગ્રહો. ધુમકેતુઓ, ગેલેક્સી, બ્લેક હોલ અને આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ વિશે સંશોધન કરશે. આ બાબતે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમીશન ભારતના અને ગુજરાતના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી ની નાણાકીય મદદ લેવાશે. ગુજરાતમાં આ થિયોરિટીકલ ફિઝિક્સ (સૈદ્ધાંતિક ભૌતિક શાષા) અને આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના ક્ષેત્રે સંશોધન કરશે. રાતે આ સંસ્થાના શક્તિશાળી દૂરબીનનો વડે યુવા વિજ્ઞાનીઓ આકાશમાં ધૂમકેતુ લઘુ ગ્રહો અને બીજા આકાશપીંડોનો અભ્યાસ કરશે. નવા આકાશપીંડોની શોધ કરશે. લોકોમાં અંધશ્રદ્ધા નું નિવારણ કરવાના પ્રયત્નો થશે. આ સંસ્થાના અસ્તિત્વથી રાજકોટ, ગુજરાત અને દેશમાં શિક્ષણના જ્ઞાનનો અને ઉચ્ચ શિક્ષણના જ્ઞાનનો વિકાસ થશે. આ સંસ્થા યુવાઓમાં વિજ્ઞાનની વિવિધ શાખાઓના ઊંડા જ્ઞાનની ચર્ચા કરશે અહીં વીઝીટીંગ પ્રોફેસરો યુવાઓને અભ્યાસ કરાવશે અને બાળકો યુવાઓ અને લોકો સાથે જીવન અને વિજ્ઞાન કે જીવાતા જીવનમાં વિજ્ઞાન વિષે સંવાદ કરશે ઙ્ક‘ોત્તરી કરશે.
પરમ પૂજ્ય મોરારીબાપુ ની આ બાબતે પ્રેરણા છે અને પૂજ્ય બાપૂ આ સંસ્થાનું ૨ ઓક્ટોબર ૨૦૨૪ દુનિ બપોરે ત્રણ વાગે ઉદ્ધાટન કરશે અને આશીર્વચન આપશે. બાપુ અને બીજા મહાનુભાવો સૂર્ય વેધશાળા અને તારાની વેધશાળાનું ઉદ્ધાટન કરવાના છે. નિયોજન કેમિકલ લિમિટેડના રૂપિયા ૫૫ લાખના દાનમાંથી આ શકય બન્યું છે. નિયોજન કેમિકલ્સ ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હરિદાસ કાનાની અને તેમના ૫ત્નિ શ્રીમતી ડોક્ટર બીના કાનાની પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે દેશના ઉદ્યોગપતિઓ ડો. મોહનભાઈ પટેલ (D.Sc.), નવીનભાઈ દવે, વિખ્યાત વૈજ્ઞાનિક પ્રો. એમ.એમ શર્મા (FRS), વિખ્યાત વિદ્વાન અને નિવળત્ત IAS અધિકારી જે હાલમાં ગુજરાત સાહિત્ય-એકેડેમી ના અધ્યક્ષ છે તે ભાગ્યેશ ઝા, પદ્મભૂષણ દેશના વિખ્યાત પત્રકાર શ્રી કુંદન વ્યાસ, ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી ના વાઇસ પ્રેસિડન્ટ શ્રી વિમલ ભુતા જેવો મુંબઈના ભારતીય જનતા પાર્ટીના સેક્રેટરી છે અને સોસાયટીના સેક્રેટરી શ્રી બકુલેશ ઠક્કર મુંબઈથી આ પ્રસંગે રાજકોટ પધારશે. આ પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી CA કિશોરભાઈ હેમાણી, ટ્રસ્ટીઓ પ્રોફેસર અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સેલર અનામીક શાહ, ડો. શકુંતલાબેન નેને, ડો. જે.જે.રાવલ ઉપસ્થિત ૨હયા હતા.
પ્રો. ડો. જે.જે.રાવલ M.Sc. (Applied Mathematics), M.Sc. (Pure Mathematics), M.phil (સૈધ્ધાંતિક ભૌતિકશાષા)ની ડિગ્રી મેળવી છે અને વિશ્વવિખ્યાત ખગોળ ભૌતિકશાષાી જયંત નાર્લિકર, સુકુમાર વિશ્વાસ અને અમલકુમાર રાયચૌધરી ના માર્ગદર્શન નીચે TIFR દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથí Ph.D. ની ડીગ્રી મેળવી છે. ડો. રાવલ મુંબઈના નેહરુ પ્લેનેટોરિયમ, નહેરુ સેન્ટરના ડિરેક્ટર રિસર્ચ અને નહેરુ પ્લેનેટરીયમના ડાયરેક્ટર હતા. રાવલની ૧૫ થીયરીઓ નાસાના પાયોનીયર, વોયોજર, હબલ સ્પેસ ટેલિસ્કોપ અને પળથ્વી સ્થિત દૂરબીનો એ સાચી સાબિત કરી છે. ડો. રાવલ ૪૯ વર્ષથી વિવિધ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અખબારોમાં નિયમિત રીતે દર રવિવારની પૂર્તિમાં વિજ્ઞાન વિશે લેખો લખે છે. પુરા દેશમાં વિજ્ઞાનનો પ્રચાર કરે છે. તેમને આઠ વિજ્ઞાન પરીકથાઓ (સાયન્સ ફિક્શન સ્ટોરી) લખી છે. તેમને ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ, માન સન્માન મળ્યા છે. તેઓને ૨૦૧૨માં ૨૬ જાન્યુઆરી રિપબ્લિક ડે ના દિવસે ગુજરાતના ભારતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે દેશનું સન્માન આપવામાં આવ્યું છે. બળહદ મુંબઈ નગરપાલિકા, ભુજ નગરપાલિકા, હળવદ, રાજકોટ નગરપાલિકાએ તેમનું નાગરિક સન્માન કર્યું છે.
ડો. રાવલે ડો. એપીજે અબ્દુલ કલામ સાથે એક મંચ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓને વ્યાખ્યાનો આપ્યા છે. ડો. રાવલ ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ફાઉન્ડર અધ્યક્ષ છે. ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીને ભારત સરકાર તરફથી અને ચેન્નઈના મહાવીર ફાઉન્ડેશન તરફથી રૂપિયા દસ લાખનો ઙ્કતિષ્ઠિત મહાવીર એવોર્ડ મળ્યો છે. તે ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી કચ્છ, મહીસાગર જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં, પોરબંદરમાં વિજ્ઞાન કેન્દ્ર ચલાવે છે. ડો. રાવલનો રાજકોટમાં સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનની છત્ર છાયામાં અને બીજે વિજ્ઞાન કેન્દ્ર સ્થાપવા પાછળનો હેતુ છે, આપણા બાળકોને નાનપણથી જ અને યુવાનોને વિજ્ઞાન ખગોળ વિજ્ઞાન, ફિઝિક્સ, મેથેમેટિક્સ ના ક્ષેત્રે પ્લેટફોર્મ પૂરું પાડવું અને તેમના વિજ્ઞાનની વિવિધ શાખાઓના જ્ઞાન વિશે ફંડામેન્ટલ્સ સ્પષ્ટ કરવા. આ અભિયાનમાં ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન ભેગા મળીને ઉપરોક્ત કાર્ય કરી રહ્યા છે. રાજકોટના આ વિજ્ઞાન કેન્દ્રમાં ઉપરોક્ત પ્રવળત્તિ કરવામાં આવશે.
(3:47 PM IST)










