News of Saturday, 14th September 2024
‘રાજકોટ કા મહારાજા' ગણેશ મહોત્સવમાં કાલે સત્યનારાયણની કથા

રાજકોટ : ભુદેવ સેવા સમિતિના સંસ્થાપક અને નગર પ્રા.શિ. સમિતિના પૂર્વ સભ્ય તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડો. યાજ્ઞીક રોડ પર ‘રાજકોટ કા મહારાજા' ગણેશોત્સવનું આયોજન થયુ છે. જેમાં મહાઆરતીમાં ઝાલાવડ સત્તર તાલુકા ભગીની મંડળના ૫૦ થી વધુ બહેનો પૂજનનો લાભ લીધો હતો. સુસુપ્તના પાઠનું પઠન કરાયુ હતુ. જેમાં પ્રમુખ સુરભીબેન આચાર્ય, ઉપપ્રમુખ રોહીણીબેન જાની, મંત્રી હિનાબેન રાવલ, માલતીબેન દવે, હંસાબેન પંડયા, કિરણબેન ત્રિવેદી, સ્નેહલબેન આચાર્ય, કોમલબેન શુકલા, જયોતિબેન શુકલા, બીનાબેન ભટ્ટ, ભાવનાબેન દવે, જાન્વીબેન જાની, મીનાબેન રાવલ, ભગીની મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ૭ માં દિવસની મહાઆરતીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, પૂર્વ મહામંત્રી ભાજપના કિશોરભાઇ રાઠોડ, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, પંચનાથ હોસ્પિટલના નીરજભાઇ પાઠક, શિક્ષણ સમિતિના સદસ્ય અજયભાઇ પરમાર, વોર્ડ નં. ૧૨ ના મનસુખભાઇ વેકરીયા, જયેશભાઇ પંડયા, અશોકભાઇ વેકરીયા, કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ સ્કુલના પૂર્વ પ્રિન્સિપાલ પન્નાબેન પટેલ, પરશુરામધામના પ્રણેતા રાજુભાઇ જોશી, અલ્કાપુરી પ્રભાત શાખાના જીતુભાઇ ચુડાસમા, ભાવેશભાઇ પરમાર, સુભાષભાઇ યાદવ, શ્રીમતી માલતીબેન યાદવ, પલ્લવીબેન વ્યાસ, મલ્લિકાબેન વ્યાસ, સમન્થા વ્યાસ, નરેન્દ્રભાઇ સરવૈયા, વોર્ડ નં. ૧ ના ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સંજયભાઇ ત્રિવેદી, બ્રાહ્મણ અગ્રણી શ્યામભાઇ ત્રિવેદી આર્કીટેક, મયુરભાઇ સીતાપરા બીજનેશમેન, સુભાષભાઇ યાદવ વગેરે ઉપસ્થિત રહેશે. આજે સાંજે હનુમાન ચાલીસા પાઠ અને કાલે રવિવારે સત્યનારાયણની કથા રાખેલ છે. સમગ્ર ગણેશ મહોત્સવને સફળ બનાવવા તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ભૂદેવ સેવા સમિતિની યુવા ટીમ, મહીલા ટીમ જહેમત ઉઠાવી રહી છે.
(3:42 PM IST)










