<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

કારખાનામાંથી પાર્ટસ અને બિલ્‍ડીંગમાંથી લિફટની ડ્રાઇવની ચોરીઓના ભેદ ખુલ્‍યાઃ બે સગીર તથા વાયરમેન પકડાયા

સગીરોએ ૧.૬૦ લાખના જેસીબીના પાર્ટસ ચોરી લીધા હતાં: વેંચવા નીકળ્‍યા અને ઝડપાયાઃ વાયરમેન હાર્દિકે ૬૫ હજારની લિફટની ડ્રાઇવ ચોરી હતીઃ માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ સિન્‍ધીની ટીમની કામગીરી અજયભાઇ વિકમા, જયદિપસિંહ પરમાર, ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, અને મયુરદાન બાટીની બાતમી

રાજકોટ તા. ૧૪: ચોરીના બનાવો ઉકેલવા માટે માલવીયાનગર પોલીસની ટીમ કાર્યરત હતી તે દરમિયાન બાતમીઓને આધારે બે ગુના ડિટેક્‍ટ કર્યા છે. કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી બે સગીરને પકડયા છે. જ્‍યારે ટ્‍વીન ટાવર બિલ્‍ડીંગનીલિફટના ડોર ઓપરેટીંગની ડ્રાઇવની ચોરીનો ભેદ પણ ઉકેલી એક વાયરમેનને પકડયો છે.

જાણવા મળ્‍યા મુજબ પ્રોગ્રેસિવ મોટર પ્રા.લિ. નામના કારખાનામાંથી ૧૮/૮ના રોજ કોઇ પાછળનો દરવાજો તોડી જેસીબી મશીનના રૂા. ૧,૬૦,૦૦૦ના સ્‍પેર પાર્ટસ્‍ ચોરી ગયું હતું. આ અંગે માલવીયાનગરમાં ગુનો દાખલ થયો હતો. ડી. સ્‍ટાફના હેડકોન્‍સ. અજયભાઇ વિકમા અને કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટીને બાતમી મળતાં પુનીતનગર પાણીના ટાંકા પાસેથી બે સગીરને પકડી લીધા હતાં. બંને બારથી તેર વર્ષની વયના છે. આ બંને પ્‍લાસ્‍ટીકના કોથળામાં મશીનના પાર્ટસ લઇ નીકળ્‍યા હતાં. પોલીસે પુછતાછ કરતાં કારખાનાની ચોરીનો ભેદ ખુલ્‍યો હતો.

બીજી તરફ હેડકોન્‍સ. જયદેવસિંહ પરમાર અને કોન્‍સ. મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટીની બાતમી પરથી ધ ટવીન ટાવર બિલ્‍ડીંગમાં તા. ૪/૮ના રોજ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં તસ્‍કર લિફટની ડોર ડ્રાઇવ રૂા. ૬૫ હજારની ચોરી ગયા હતાં. આ મામલે પણ ગુનો દાખલ થયો હતો. બાતમી પરથી ગોંડલ ચોકડી ખેતાલ આપા ટી સ્‍ટોલ નજીકથી હાર્દિક દિનેશભાઇ સવસાણી (ઉ.૩૩-રહે. ગોંડલ રોડ કલ્‍પવન પાસે વૃજ પેલેસ એપાર્ટમેન્‍ટ બી-૯૦૧)ને પકડી લઇ તેની પાસેથી મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. તે લિફટના વાયરીંગનું કામ કરે છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એસ. એ. સિન્‍ધી, હેડકોન્‍સ. અજયભાઇ વીકમા, જયદેવસિંહ પરમાર, દિનેશભાઇ બગડા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટીઅ. આ બંને કામગીરી કરી હતી.

(4:24 PM IST)