News of Saturday, 14th September 2024
નાગરિક બેંકમાં ૮૮ ટકા વ્યવહારો ડિજિટલ, એક મોટો બદલાવઃ જીમ્મીભાઇ દક્ષીણી
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ૭૧મી વાર્ષિક સાધારણ સભા સંપન્નઃ સભાસદોને ૧૮ ટકા ડિવિડન્ડની જાહેરાત

રાજકોટઃ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ૭૧મી વાર્ષિક સાધારણ સભા બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાયેલી હતી. બહોળી સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ જણાવ્યું હતું કે, ‘ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રથમ કવાટરમાં આપણે ૪ર.૬૬ કરોડનો નફો નોંધાયેલો છે. અને જુલાઇ-ઓગસ્ટ માસમાં પણ નોંધપાત્ર નફો નોંધાયેલો છે. તે બદલ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. એકંદર આંકડાકીય ઘણીબધી માહિતી રજુ થઇ, જે બેંકની હકારાત્મક પ્રગતિ દર્શાવે છે. હાલ બેકિંગ ક્ષેત્રમાં પણ સારૂં વાતાવરણ જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષોથી બેકિંગ ક્ષેત્રમાં મોટો અને મહત્વપૂર્ણ બદલાવ જોવા મળે છે. ઓગસ્ટ મહિનાના દેશભરના યુપીઆઇ વ્યવહારો ૧૪.૯૬ કરોડ નોંધાયેલા છે અર્થાત રોજના પ૦ કરોડ વ્યવહારો યુપીઆઇથી થતા જોવા મળે છે. આ વ્યવહાર માટે વિભિન્ન પેમેન્ટ એપનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. નાગરિક બેંકની વાત કરીએ તો ૮૮.૧૦ ટકા વ્યવહારો ડિજિટલ થઇ રહ્યા છે. અને તેમાં પણ ૬૦ ટકા વ્યવહારો યુપીઆઇના છે. આ એક મહત્વપૂર્ણ બદલાવ બેંકિંગ ક્ષેત્રમાં જોવા મળે છે. ‘લાલબાગ કો-ઓપરેટીવ બેંક લિ.-વડોદરા અને ધ માંડવી મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક ીલ.-માંડવી-કચ્છ, એમ બે સહકારી બેંકને નાગરિક બેંકમાં મર્જ કરવા માટે રિઝર્વ બેંક તરફથી મંજૂરી મળી છે. બેકિંગ ક્ષેત્રમાં સોફટવેરમાં પણ ઘણો બધો બદલાવ જોવા મળે છે. આપણે પણ નવા જમાના સાથે તાલ મિલાવવા, ઇન્ફોસિસ્ કંપની સાથે તેમના ફિનેકલ સોફટવેર માટે આપણે ટાઇ-અપ કર્યું છે. બેંકના સીઇઓ અને જનરલ મેનેજર વિનોદકુમાર શર્માએ બેંકની પ્રગતિની વિસ્તૃત રજુ કરતાં જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪માં ડિપોઝીટ ૬,ર૩૧ કરોડ, ધિરાણ ૩,૮૧૭ કરોડ, ઇન્વેસ્ટમેન્ટ ર,૮૬૭ કરોડ, ગ્રોસ નફો ૧૩૩.૬૭ કરોડ, શેર મૂડી ૪૪.૪૧ કરોડ, રિઝર્વ ફંડ ૯પ૧.૯૬ કરોડ, કુલ સ્વભંડોળ ૯૯૬.૩૭ કરોડ અને સીઆરએઆર ૧ર ટકા હોવો જોઇએ તેને બદલે ખૂબ જ સારો અર્થાત ૧૮.રપ ટકાનો નોંધાયેલ છે. સતત ચાર વર્ષથી નેટ એનપીએ ઝીરો છે. આ સભામાં કુલ ૧૦ ઠરાવો રજુ રખાયેલા અને પ્રત્યેક ઠરાવ ચર્ચા-વિચારણાને અંતે સર્વાનુમતે મંજુર થયા હતા. આ સાારણ સભામાં જીમ્મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેકટરગણમાંથી શૈલેષભાઇ ઠાકર (પૂર્વ ચેરમેન), નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), જયોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, હંસરાજભાઇ ગજેરા, દીપકભાઇ મકવાણા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, કીર્તિદાબેન જાદવ, ચંદ્રેશભાઇ ધોળકીયા, માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, શૈલેષભાઇ મકવાણા, હરેશભાઇ ઠકકર, હસમુખભાઇ હિંડોચા, હર્ષિતભાઇ કાવર, વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ) ઉપરાંત વિશાળ સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીર સમક્ષ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. આભાર દર્શન શૈલેષભાઇ ઠાકરે અને સરળ-સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.
(4:03 PM IST)










