News of Saturday, 14th September 2024
આરોગ્ય ચેરમેન કેતન પટેલનો તંદુરસ્ત કાર્યકાળઃ ૧ વર્ષમાં ૮.૨૬ લાખ દર્દીઓને લાભ
પહેલુ સુખ તે જાતે નર્યા, આરોગ્ય ચેરમેને સારા કામ કર્યા ૬ વોર્ડમાં આધુનિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઃ ૫.૨૫ દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા

રાજકોટ,તા. ૧૪: આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે કેતન પટેલનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. કાર્યકાળ દરમિયાન શહેરમાં વોર્ડ નં.૨,૪,૬,૧૪,૧૭ સહિત કુલ-૬ નવા પ્રાથમિક શહેરી આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગની ભેટ આપવાની સાથે શહેરમાં ૪૬ ‘અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર' કાર્યરત કરવામાં આવ્યાં છે. ગત વર્ષ દરમ્યાન ૮,૨૬,૬૦૫ લોકોએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો અને ૫,૨૫,૫૦૨દર્દીઓએ લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા હતા.
આરોગ્ય સમિતિ ચેરમેન કેતન પટેલે જણાવેલ કે, વર્ષ ૨૦૨૧માં રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાયેલ. રાજકોટ મહાનગરપાલિકાની ૦૫ વર્ષની મુદત પૈકી, પ્રથમ ૨.૫ વર્ષ માટે મે બાંધકામ સમિતિના ચેરમેન તરીકેની,તા.૧૨મી સપ્ટેમ્બર,૨૦૨૩ સુધી જવાબદારીસફળતાપૂર્વક સંભાળેલ હતી. રાજકોટ મહાનગરપાલિકાની બાકી રહેતી ૨.૫ વર્ષની મુદત માટે રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની તા.૧૨મી સપ્ટેમ્બર,૨૦૨૩ વરણી કરવામાં આવી. જેમાં, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાની બીજી ૨.૫ વર્ષની મુદત માટે મારી વરણી થયાના ૧ વર્ષમાં આરોગ્ય કેમ્પ, ‘અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર', આરોગ્ય કેન્દ્રની ઓ.પી.ડી., શાળા બાળ આરોગ્ય ચકાસણી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગ, અંગદાન સંકલ્પ કાર્યક્રમ, ફૂડ ચેકિંગ ઝુંબેશ, મેલેરિયા વિરોધી ઝુંબેશ, બાળકોને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ, આરોગ્ય વિભાગને લગત વિવિધ સરકારશ્રીની યોજનાના લાભાર્થીઓને સહાય ચૂકવણી વગેરે લોકોની તંદુરસ્તી સાથે સીધી સ્પર્શતી બાબતો અંગે ઉમદા કામગીરી કરવામાં આવી.
જન્મ મરણ વિભાગ દ્વારા ગત વર્ષે ૩૬,૦૬૧ જન્મ પ્રમાણપત્ર, ૧૭,૧૦૯ મરણ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે તથા ૧૨,૫૮૩ જેટલા પ્રમાણપત્રમાં સુધારા કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગત વર્ષ કુલ૧,૧૬,૭૨૪ જેટલા લોકોને યોજનાનો લાભ મળેલ છે. ફુડ વિભાગ દ્વારા જુદીજુદી કેટેગરીના ૧૮૯૭ફૂડ રજીસ્ટ્રેશન અને ૧૩૭૭ ફુડ લાઇસન્સ આપેલ છે. કુલ-૩૩૨ નમૂના લેવામાં આવેલ. જે પૈકી સબસ્ટાન્ડર્ડ ફૂડ જાહેર થતાં આવા કુલ-૧૭ સેમ્પલ ફેઇલ થયેલ છે તથા ૦૧ સેમ્પલ અનસેફ જાહેર થયેલ છે. કુલ-૧૧૯ સેમ્પલ પાસ થયેલ છે. એજયુડિકેશન કેસમાં નિર્ણય થયેલ કુલ - ૧૪, નિર્ણય થયેલ એજયુડિકેશન કેસમાં થયેલ કુલ દંડ રૂ. ૩૮,૦૫,૦૦૦ તથા
કુલ ૭૬,૮૬૨ ક્લોરીન ટેબ્લેટ આપવામાં આવેલ છે. તેમજ કુલ ૬,૬૯૨ ઓ.આર.એસ. પેકેટ આપવામાં આવેલ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ ૧૨૮ જેટલા મેડીકલ કેમ્પ કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન તરીકેના ૧ વર્ષના કાર્યકાળ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજય સરકાર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડાઙ્ઘ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,ᅠ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક શ્રી મનિષભાઈ રાડીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્યુનિસિપલ કમિશનર, શહેર ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડાઙ્ઘ.માધવ દવે, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, ભાજપ સંગઠનનાં હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના સર્વે અધિકારીઓ-કર્મચારીઓ, શહેરની ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ, ‘રંગીલા રાજકોટ'ની જનતાનો તથા પ્રેસ-મિડીયાના પ્રતિનિધિઓ તરફથી રાજકોટ શહેરની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં સતત સાથ અને સહકાર મળેલ છ.
(4:26 PM IST)










