<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

યુવાનોમાં ફિટનેશ અને તંદુરસ્‍ત જીવનશૈલીને પ્રોત્‍સાહન મનપા દ્વારા ગુજરાત કેસરી બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાઇ

નરેન્‍દ્રમોદીના ૭૪માં જન્‍મદિવસ નિમિતે આયોજન : વેઇટ લિફટીંગ એસો., ઓફ રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે કાર્યક્રમ થયો

રાજકોટ,તા.૧૪ : મહાનગરપાલિકા અને ‘‘વેઇટ લિફટીંગ ઍસોસિઍશન ઓફ રાજકોટ''ના સંયુક્‍ત ઉપક્રમે રાજ્‍ય કક્ષાની ‘‘ગુજરાત કેસરી બોડી બિલ્‍ડિંગ'' સ્‍પર્ધાનું સાંજે ૫ કલાકે   હેમુ ગઢવી નાટયગળહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે ભવ્‍ય કાર્યક્રમ યોજાયો. આ ‘‘ગુજરાત કેસરી બોડી બિલ્‍ડિંગ સ્‍પર્ધા''નો મેયર  નયનાબેન પેઢડીયા તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દિપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવેલ.

 બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધાનો હેતુ મહત્‍વાકાંક્ષી બોડી બિલ્‍ડરોને તેમની પ્રતિભા દર્શાવવા અને સ્‍પર્ધા કરવા, યુવાનોમાં સ્‍વસ્‍થ જીવન અને તંદુરસ્‍તીને -ોત્‍સાહન આપવા, યુવાનોમાં ફિટનેસ અને તંદુરસ્‍ત જીવનશૈલીને પણ પ્રોત્‍સાહન આપવા અને મહત્‍વાકાંક્ષી બોડી બિલ્‍ડરો માટે આ ઍક આકર્ષક તક અને ઍક પ્‍લેટફોર્મ પૂરું પાડવાનો છે. 

 આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડૉ. ભરતભાઈ બોધરાઍ જણાવેલ કે,  વડાપ્રધાન   નરેન્‍દ્રભાઈ મોદીએ યોગ, વ્‍યાયામ,  પ્રણાયામ, રમત-ગમતને ખાસ પ્રોત્‍સાહન આપી શરીરની તંદુરસ્‍તી જાળવવા ભાર મુકેલ છે.

 આ ‘‘ગુજરાત કેસરી બોડી બિલ્‍ડિંગ'' સ્‍પર્ધા અન્‍વયે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવો રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ગુજરાત -દેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયામીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી ડૉ.માધવ દવે, સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, પ્‍લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, શહેર ભાજપ ઉપ-મુખ રાજદીપસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો વિનુભાઈ સોરઠીયા, જ્‍યોત્‍સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, મેનેજર નિરજ વ્‍યાસ, મેનેજર અને પી.ઍસ.ટુ મેયર વિપુલ ઘોણીયા, વોર્ડ ઓફિસર નિરજ રાજ્‍યગુરુ, સંસ્‍થાના પ્રતિનિધિ ભીમભાઈ કેશવાલા, અસપાક, બહોળી સંખ્‍યામાં બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધાના સ્‍પર્ધકો અને નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.   આ બોડી બિલ્‍ડિંગસ્‍પર્ધામાં ભાગ લેવા માટે વિનામૂલ્‍યેપ્રવેશઆપવામાં આવેલ.સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી બહોળી સંખ્‍યામાં યુવાનોઍ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્‍કાર, મેડલ્‍સ તથા ટ્રોફી ઍનાયત કરવામાં આવેલ. આ બોડી બિલ્‍ડિંગ સ્‍પર્ધામાં ઉપસ્‍થિત મહાનુભાવો અને ઉપસ્‍થિત સ્‍પર્ધકોનું શાબ્‍દિક સ્‍વાગત પ્રવચન સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયામીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્‍યું હતું. પુષ્‍પ અને ખાદીના રૂમાલ વડે ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમમાં ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનું સંસ્‍થાના પ્રતિનિધિ ભીમભાઈ કેશવાલા અનેઅસપાક દ્વારા સ્‍મળતિ ભેટ આપી સન્‍માન કરવામાં આવેલ.

 

(4:07 PM IST)