News of Monday, 16th September 2024
રાજકોટ ગુરૂકુલની ઉના શાખા દ્વારા ટીંબી ગામમાં જળઝીલણી ઉત્સવ

રાજકોટઃ વૈષ્ણવ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ઉમંગભર આ જળજીલણી ઉત્સવ ઉજવે છે. ઠાકોરજીની હવેલીઓ તથા મંદિરો દ્વારા નાનામોટા ગામડાઓ તથા શહેરોમાં ભક્તિભાવથી જળજીલણી ઉત્સવ ઉજવાયો છે. ભગવાનને પાલખીમાં બિરાજમાન કરી ભક્તો રાસ, કીર્તન, ધૂન કરતાં નદીં, તળાવ કે સમુદ્ર કિનારે પધારે છે. ઠાકેરજીને નાવમાં પધરાવે, જળમાં ભગવાનને નોકા વિહાર કરાવે છે. શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુંસાર આ દિવસે ભગવાન શ્રીકળષ્ણે ગોપીઓ સાથે યમુના નદીમાં નૌકા વિહાર કર્યો હતો. આ લીલાને યાદ કરીને વૈષ્ણવ ભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો ઠાકોરજીને નૌકામાં વિરાજમાન કરી જળમાં વિહાર કરાવે છે કરવાનો મહિમા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની ઊના આનંદગઢ શાખા દ્વારા સ્વામીશ્રી હરિવદનદાસજી સ્વામી તથા જે સામે નામ માર્ગદર્શન અનુસાર જળજીલણી ઉત્સવ ઉજવવામાં આવેલ. ઉના પાસેના ટીંબી ગામે શીતળામાતા તથા પંચમુખી હનુમાનજી મહારાજની સાનિધ્યમાં રૂપેણ નદીને કિનારે ભગવાનને જળજીલાવવા માટે આજુબાજુના ૪૫ ગામોમાંથી મહિલા પુરુષો આવેલા. પ્રારંભમાં સુરતી આવેલા શ્રી પ્રભુચરણદાસજી સ્વામી માતા મંદિરના મહંત પૂજ્ય શ્રી સીતારામ બાપુ, શ્રી સ્વયં પ્રકાશ દાસ સ્વામી તેમજ ઉત્સવના યજમાનો શ્રી રસિકભાઈ પોંકિયા, ટીંબી હાલ મુંબઈ નિવાસી રાકેશભાઈ મહેતા, કાળુભાઈ રાણપરીયા , કનુભાઈ પડસાળા હેમાળ,અરજણભાઈ વઘાસિયા ,ડોક્ટર ભાલાળા સાહેબ , કાળુભાઈ બોરડ, છગનભાઈ સખરેલીયા, ડોક્ટર સાગર રામાણી ,ડોક્ટર દીપક ડોબરીયા, ડોક્ટર બલદાણીયા સુનિલભાઈ સાવલિયા વગેરએ ઉત્સવમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે વર્ણીન્દ્રધામ પાટડીથી સર્વ મંગલ સ્વામી, તીર્થસ્વરૂપ સ્વામી, રાજકોટથી શ્રી ગુણવલ્લભ સ્વામી હરિ બળ સ્વામી, વળંદાવન સ્વામી, તરવડાથી શ્રી હરિસ્મરણ સ્વામી, શ્રી હરિ સેવાદાસજી સ્વામી ભાવનગરથી શ્રી વિશ્વપ્રકાશ દાસજી વગેરે સંતો પધારેલા હતા.
(10:40 AM IST)










