<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

તાવથી વધુ એક મોતઃ અટીકાના ૨૨ વર્ષના રમેશનો જીવ ગયો

મુળ યુપીના યુવાનને ચારેક દિવસથી તાવ આવતો હતોઃ રાતે ઓચીંતો બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયો પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૬: શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્‍યું છે અને અગાઉ પણ તાવથી મૃત્‍યુ થયા છે. ત્‍યારે વધુ એક યુવાનને તાવ ભરખી ગયો છે. અટીકા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયા શેરી નં. ૪માં રહેતાં રમેશ રામપાલ સોનકર (ઉ.વ.૨૨)નું તાવ ચડયા બાદ મોત થતાં પરિવારજનોમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

રમેશ સોનકર અટીકા નહેરૂનગરમાં ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં રહી કારખાનામાં મજૂરી કરતો હતો. મુળ યુપીના ગોૈંડા જીલ્લાના ગામનો વતની રમેશ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો અને કુંવારો હતો. તેના ભાઇના કહેવા મુજબ રમેશને ચારેક દિવસથી થોડો થોડો તાવ હતો. પણ તેણે કોઇને વાત કરી નહોતી. ગઇકાલે તેણે પોતાને તાવ રહેતો હોવાનું કહેતાં દવા લીધી હતી. એ દરમિયાન રાતે ઓચીંતો તે બેભાન થઇ જતાં અમે તેને દવાખાને લઇ આવ્‍યા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ તેનું મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, કાનાભઇ, બળુભાએ ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:50 AM IST)