News of Monday, 16th September 2024
રાજકોટ રાજ પરિવારના ભાવિઃઉતરાધિકારીનું અવતરણ
રાજ પરિવારમાં નવા સદસ્યનું જ નહીં પરંતુ માતૃત્વ અને પિતૃત્વનું પણ આગમન થયું છે : માંધાતાસિંહજી રાજકોટ ઠાકોર સાહેબ માધાંતાસિંહજી જાડેજા નાનાબાપુ અને હવે દાદા બાપુ બન્યા

રાજકોટ : આધશક્તિ માં આશાપુરા અને પૂર્ણ પુરૂષોત્તમ દ્વારકાધિશના અસીમ કૃપાથી શ્રી રણજીત વિલાસ પેલેસના આંગણે અનેકવિધ આશા, અરમાનો અને સ્વપિ્નલ ખુશીઓ સાથે રાજકોટ રાજ્ય રાજ પરિવારના ભાવિ ઉત્તરાધિકારીનું અવતરણ થયું છે. આનંદના અભિનવ અવસરે યુવરાણી સાહેબ અ. સૌ. શિવાત્મિકા દેવીજી તથા યુવરાજ શ્રી જયદીપસિંહજીને અભિનંદન પાઠવતાં રાજકોટ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, આજનાં મંગલકારી દિવસે રાજકોટ રાજ પરિવારમાં કેવળ પ્રભુ સ્વરૂપ પુત્રરત્નનું જ આગમન નથી થયું પરંતુ એક અનેરા લગાવ યુક્ત મમતા સભર ‘‘માતૃત્વ'' અને ઉત્તરદાયિત્વ યુક્ત ‘‘પિતૃત્વ''નું પણ આગમન થયું છે. નવ વર્ષ પૂર્વે કૌરાણીસા મળગેશાકુમારીજી સિંઘ (લક્ષ્મીરાજા) એ મને નાનાબાપુ બનવાનો અવસર પ્રદાન કર્યો હતો, આજે યુવરાજ શ્રી જયદીપસિંહજી (રામ રાજા) એ મને દાદાબાપુ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે. રાજકોટ રાજ પરિવારના આંગણે બત્રીસ વર્ષે પધારેલાં નવાં સદસ્ય અને ભાવિ ઉત્તરાધિકારીના આગમનને અંતરનાં ઉમળકાથી આવકારૂં છું અને યુવરાજ શ્રી જયદીપસિંહજી તથા યુવરાણી સાહેબ અ.સૌ.વહુજી શિવાત્મિકા દેવીજીને પુન : સવિશેષ અભિનંદન પાઠવું છું.
(3:46 PM IST)










