News of Monday, 16th September 2024
જામટાવર કા રાજા' : ધૂન - કિર્તન - રાસ - ગરબાથી ગણપતિની આરાધના

રાજકોટ : વિધ્નહર્તા દેવ ગણપતિબાપા મહોત્સવ ‘જામટાવર કા રાજા'નું મનિષાબા વાળા, મયુરભાઇ શાહ, નરેશભાઇ પરમાર, ભાવેશભાઇ વાઘેલા દ્વારા આયોજક કરવામાં આવ્યુ છે. દરરોજ સાંજે ૮.૩૦ વાગ્યે સંધ્યા આરતીમાં શહેર કોંગ્રેસ, શહેર ભાજપ, શહેર આમ આદમી પાર્ટી, સામાજિક આગેવાનો, નોકરીયાત વર્ગને મહિલા મંડળ દ્વારા સંધ્યા આરતીમાં આમંત્રણ આપી સન્માન કરવામાં આવે છે. દરરોજ અલગ-અલગ કાર્યક્રમોની વણઝાર સ્થાનિક લોકો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે. છપ્પનભોગ ધુન, કિર્તન, કથા,રાસ,ગરબા, ઓરકેસ્ટ્રા પાર્ટી સંધ્યા આરતી સમાપન બાદ યોજવામાં આવે છે. શિવ ભકિત મહિલા મંડળ સમિતિની તમામ મહિલાઓને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ, તે સમયની તસ્વીરો નજરે પડે છે.
(2:32 PM IST)










