તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 16th September 2024
સર્વેશ્વર ચોકઃ દિવ્યાંગ બાળકોએ કરી આરતી, પપેટ શો માણ્યો

રાજકોટઃ સર્વેશ્વર ચોકમાં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ગણપતિ મહોત્સવમાં સ્પેશ્યલ હોમ ફોમ બોયઝના દીકરાઓ તથા સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સની દીકરીઓ તેમજ દિવ્યાંગ બાળકોએ આરતી, દર્શન, પ્રસાદી, ભોજન કરાવવામાં આવેલ. પુજા પ્રિન્ટર્સના સ્વ. ભુપતસિંહ ભવાનસિંહ ચૌહાણના કુમારભાઇ ચૌહાણનો સહયોગ રહેલ.
રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દિપકભાઇ કારીયા સહપરીવાર, બિલ્ડર જનીશ અજમેરા, કાશ્મીરાબેન નથવાણી, નીતીનભાઇ નથવાણી, કશ્યપભાઇ શુકલ, દેવાંગભાઇ માંકડ, મયુરભાઇ શાહ, શહેર ભાજપ વોર્ડ નં. ૭ના પ્રમુખ કૌશીક ચાવડા, હીરેન ચંદારાણા તથા મુકેશભાઇ દોશીએ સહ પરિવાર મહાઆરતી કરેલ હતી.
એડવોકેટ, કોંગી અગ્રણી અશોકસિંહ વાઘેલા, મયુરસિંહ પરમાર, દિલીપભાઇ ખાચર, છત્રપાલસિંહ ઝાલાએ દર્શનનો લાભ લીધેલ હતો. અનાથ આશ્રમના બાળકો માટે પપેટ શો તથા નાસીક ઢોલનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
(2:33 PM IST)










