<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

સભ્‍ય નોંધણીમાં રાજકોટ શહેરનો ડંકોઃ સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે દોડે છે

માત્ર ૧પ દિ'માં અડધો લક્ષ્યાંક પુર્ણઃ માત્ર ૭ થી ૮ કોર્પોરેટરોએ ર હજારનો ટાર્ગેટ પુરો કરવામાં સફળઃ પ લાખના ટાર્ગેટ સામે આવનાર એક મહિનામાં વધુ સભ્‍યો નોંધણીનો વિશ્વાસ વ્‍યકત કરતા દોશી, મોલિયા, દવે તથા ઝાલા

રાજકોટ તા. ૧૬ :.. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશમાં ૪પ દિવસ સુધી સદસ્‍યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્‍યારે ત્રણ લાખ સદસ્‍ય બનાવી સમગ્ર ગુજરાત રાજયમાં સદસ્‍યતા અભિયાનમાં રાજકોટ શહેરને ત્રીજા ક્રમાંકે પહોંચાડવા બદલ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ અભિનંદન પાઠવ્‍યા હતાં.

આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલાએ જણાવવામાં આવેલ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ર૦૧૪ માં સદસ્‍યતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

પાર્ટી માટે સદસ્‍યતા અભિયાન એ માત્ર જનસંપર્ક અભિયાન નથી, આ અભિયાનને વધુમાં વધુ લોકોને પાર્ટીની વિચારધારામાં જોડાવવાનો છે છે.

કેન્‍દ્ર સરકારની યોજના અનુસાર રાજયના માન. પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલજીની પ્રદેશ યોજના અનુસાર સદસ્‍યતા અભિયાન-ર૦ર૪ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ ત્રણ લાખ સદસ્‍યતા અભિયાનમાં સદસ્‍ય બનાવી સમગ્ર રાજયમાં રાજકોટ શહેરનો ત્રીજા ક્રમે નંબર આવવા બદલ રાજકોટ શહેરના તમામ હોદેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ-મહામંત્રી, શહેરના તમામ મોરચાના પ્રમુખો સહિત શ્રેણીના કાર્યકર્તાઓને શહેર ભાજપ પ્રમુખ મુકેશભા દોશીએ અભિનંદન પાઠવ્‍યા હતાં.

આ તકે પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલાએ રાજકોટ શહેરના ભાજપના હિતેચ્‍છુ, શુભેચ્‍છકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રમાં જોડાયેલ નાગરિકો, સમાજ આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને તમામ બુથ તેમજ શહેરના દરેક વોર્ડમાં રહેતા મતદારોએ સદસ્‍યતા અભિયાનમાં જોડાવવા બદલ આભાર વ્‍યકત કર્યો હતો.

વધુમાં શ્રી દોશીએ જણાવ્‍યું હતું કે, આ સદસ્‍યાતા અભિયાન હજુ ૩૦ દિવસ ચાલવાનું છે. તો રાજકોટ શહેર ભાજપનો પ લાખનો લક્ષ્યાંક પુર્ણ થવાનો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

ગુજરાત પ્રદેશમાં અમદાવાદ મોખરે છે. જયારે સુરેન્‍દ્રનગર જીલ્લો બીજા ક્રમાંકે છે.

અત્રે નોંધનીય છે કે, શહેર સંગઠનના હોદેદારોને આપેલા પ૦૦ સદસ્‍યતા નોંધણીનો લક્ષ્યાંલ ૯૦ ટકા પુર્ણ થયો છે. જયારે મનપાના ભાજપના ૬૪ કોર્પોરેટરોને આપેલ ર હજાર સદસ્‍યતા નોંધણી માત્ર ૭  થી ૮ નગરસેવકોએ ટાર્ગેટ પુર્ણ કર્યો છે.

(2:41 PM IST)