<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

ગુજરાતના વણથંભી વિકાસયાત્રાને આગળ વધારતા ભૂપેન્દ્રભાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સુશાસનને ત્રણ વર્ષ પૂર્ણ થતા અભિનંદન પાઠવતા રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ઘિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં G20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડકટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘણી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની 'ટીમે ગુજરાતે' દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ 'વિકસિત ભારત @2047' નું જે વિઝન આપ્યું છે, તેને 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત' ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ઘતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીના ૩ વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલી મહત્ત્વપૂર્ણ યોજનાઓ, પહેલ, નીતિઓ અને ગુજરાતની સિદ્ઘિઓ અંગે માહિતી મેળવીએ.

ત્રણ વર્ષ દરમિયાન ૧૧ મહત્વપૂર્ણ નવી નીતિઓ જાહેર કરીઃ ૧. ગુજરાત આત્મનિર્ભર પોલિસી ૨. ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી ૩. નવી ગુજરાત IT/ITes પોલિસી ૪. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી ૫. ડ્રોન પોલિસી ૬. ગુજરાત સેમિકંડકટર પોલિસી ૭. ગુજરાત રિન્યુએબલ એનર્જી. પોલિસી ૮. સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૯. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ. ઇનોવેશન પોલિસી૧૦. ગુજરાત ખરીદ નીતિ ૧૧. ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી ૨૦૨૨

સુશાસનની સિદ્ઘિઓઃ  ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત એમ પાંચ જીનો સમાવેશ કરતું સર્વગ્રાહી દિશાદર્શન કરનારુ ઈં ૩.૩૨લાખ કરોડનું બજેટ ૧. ૨૬૪૯અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, લક્ષ્યાંકના ૧૦૭%. ૨. ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ ૩. રાજયના ૩.૮૨ કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવાશે ૪. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં ૧૪ લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય ૫. રૂ. ૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના ૨.૦ઙ્ગ અમલમાં મૂકવામાં આવશે ૬. આગામી ત્રણ વર્ષમાં રૂ.૧૫૦૦ કરોડના ખર્ચે ૩ લાખ જેટલા શ્રમિક બસેરાનું નિર્માણ કરવાનું આયોજન ૭. ઇ-શ્રમ પોર્ટલ પર ૧.૧૭ કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને આપવામાં આવ્યા સ્માર્ટ કાર્ડ ૮. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજયનાઙ્ગ ૧૯જિલ્લાઓમાં ૨૯૦ ખાધ વિતરણ કેન્દ્રો કાર્યરત ૯. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યાર સુધીમાં૨.૬૮ઙ્ગ કરોડ લોકોને ભોજન વિતરણ ૧૦. યુવા વિકાસ - સફળ યુવા, સમર્થ ગુજરાત

સંકુલ કાર્યરતઃ ખેલ મહાકુંભ ૨.૦માંઙ્ગ ૫૩.૬૬લાખથી વધુ લોકોએ ભાગ લીધો રાજયનાઙ્ગ ૨૧ જિલ્લાઓના ૫૦તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયોની શરૂઆત ૧. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં ૫૮.૮લાખ ખેડૂત કુટુંબોના ખાતામાં જમા થયા રૂ.૧૧૦૫૮.૬ કરોડ ૨. ડાંગ બન્યો સૌપ્રથમ ૧૦૦% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો ૩. રાજયનાઙ્ગ ૫૩લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી ૪. ૯.૮૫ લાખ ખેડૂતો ૮.૪૫ લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૫. અંદાજીત ૧૫ લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ઘતિ અપનાવી,૨૩.૪ લાખ હેકટર વિસ્તારને તે હેઠળ આવરી લીધો ૬. વિવિધ કૃષિ રાહત પેકેજ દ્વારાઙ્ગ ૧૨.૭૮લાખ અસરગ્રસ્ત ખેડૂતોને ઈં ૧૯૨૫ .૮૯ કરોડની સહાય ૭. જૂલાઈ-૨૦૨૪માં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રૂ.૩૫૦કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ ૮. ત્રણ વર્ષમાં પશુપાલન ક્ષેત્ર માટેના બજેટમાં ૧૩૨%નો વધારો

રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે,ઙ્ગ મૃદુ, મક્કમ તથા નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪ને બુધવારના રોજ પોતાના કાર્યકાળનાંઙ્ગ ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા તેઓએ  સંખ્યાબંધ એવા નિર્ણયો લીધા છે જેનો લાભ ગુજરાતની ૬ કરોડની પ્રજાને મળ્યો છે એટલું જ નહી પણ અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાત અગ્ર ક્રમે છે.ઙ્ગ ગાંધીનગરમાં જી-૨૦ એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપની આ સિવાયઙ્ગ જી-૨૦ અંતર્ગત ૩જી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક યોજાયી જેમાં GIFT સિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આમ ગુજરાતને વિશ્વના નકશા ઉપર મુકવાનો શ્રેય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જાય છે.ઙ્ગ શિક્ષણ ક્ષેત્રે પણ ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુંદર કામગીરી થઇ છે. રાજયમાં શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનું સફળતા પૂર્વક આયોજન થયું. ૨૭ જિલ્લાઓની ૨૭,૩૬૮ પ્રાથમિક શાળાઓની ૪૬,૬૦૦ થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી. ૯ લાખ ૭૭ હજાર ભુલકાઓનો આગણવાડી પ્રવેશ- ધોરણ-૧ માં ૨.૩૦ લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજયની સંસ્કૃતિ અને 'અસ્મિતા' જાળવી શકાય તે માટે ધોરણ ૧ થી ૮ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ કરજિયાત કરતો કાયદો બનાવ્યો છે. ગુજરાતમાં ભાજપની સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય લેનારી બની હોવાનું અંતમાં જણાવાયું છે.

(3:28 PM IST)