<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

બુધવારે હેમુ ગઢવી હોલમાં હર હર મહાદેવનો જયઘોષ

આહીર કલા મંચ તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુકત ઉપક્રમે લોકડાયરો

રાજકોટ તા.૧૬: આગામી તા.૧૮ ના બુધવારે હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯.૧૫ કલાકે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરનાં આર્થિક સહયોગથી દિનેશ બાલાસરા અને આહીર કલા મંચ દ્વારા ઁહર હર મહાદેવઁ શીર્ષકથી એક ભવ્ય સાંસ્કૃતિક લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

ભગવાન ભોળાનાથનાં એક એકથી ચડિયાતા ભકિતગીતોને જાણીતાં ગાયકો સર્વશ્રી જયેશ દવે,દીપ્તિ બાલાસરા,સંદીપ પ્રજાપતિ અને સીમા ઠકકર કંઠ આપશે.સંગીત નિયોજન શૈલેષ પંડ્યા અને નિલેશ પાઠકનું છે જ્યારે કાર્યક્રમનું સંચાલન ભકિતમય શૈલીમાં કિશોર ડોડીયા કરશે અને સાઉન્ડની જવાબદારી સુનિલ પટેલ સાંભળશે.

કોરસવૃંદ માં સર્વશ્રી પુજા દવે,ડિમ્પલ મોદી અને દિપીકા ભાનુશાલી ઉપરાંત રિધમ સેકશન માં અભય વ્યાસ (બેંજો),યુગ રાઠોડ (વાયોલિન),નિલેશ પાઠક (ઢોલક),અભિષેક ચાવડા (તબલા),ઓમ જાની (ઢોલ) અને મહર્ષિ શીંગાળા (ઓકટોપેડ) વગેરે ભાગ લેશે.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પદાધિકારીઓ સહિત અન્ય સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમનાં વિના મૂલ્યે પ્રવેશ કાર્ડ મેળવવા માટે આવતીકાલે મંગળવારે સવારે ૧૧ થી ૧૨ દરમિયાન હેમુ ગઢવી હોલની ટિકિટબારી ઉપર સંપર્ક કરવા દિનેશ બાલાસરા આહીર કલા મંચની યાદીમાં જણાવેલ છે

(4:49 PM IST)