<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

રાજકોટ કોચીંગ એસોસીએશનના પ્રેસીડેન્‍ટ લખન પટેલ-ચેરમેન તરીકે સનતકુમાર પોપટની વરણી

કોચીંગ સંસ્‍થાઓને પડતી મુશ્‍કેલી અંગે ચર્ચા, વિઝન અને મિશન રજૂ

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ કોચિંગ એસોસિએશનની સામાન્‍ય સભામાં પ્રેસિડેન્‍ટ તરીકે લખન પટેલ તથા ચેરમેન તરીકે સનત કુમાર પોપટની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

આ સભામાં રાજકોટ કોચિંગ એસોસિએશનના વિઝન તેમજ મિશન રજૂ કરવામાં આવ્‍યા હતા. સાથો સાથ હાલના સમયમાં કોચિંગ સંસ્‍થાઓને પડતી મુશ્‍કેલીઓનાો નિવારણ અંગે ચર્ચા કરવામાં આવી. વિભિન્ન ક્ષેત્રે કાર્યરત કોચિંગ સંસ્‍થાઓના માધ્‍યમથી વિદ્યાર્થીઓ તથા વાલીઓને મહતમ કઇ રીતે ઉપયોગી બની શકાય ? તે અંગેના નિર્ણયો લેવામાં આવ્‍યા.

એસો.ના ચેરમેન સનતકુમાર આગામી પ્રવૃત્તિ આઉટ સ્‍ટેન્‍ડીંગ એડયુકેટર એવોર્ડ, કરિયર ગાઇડન્‍સ તેમજ એડયુકેશન એકસપો વિષે જયારે પ્રેસિડેન્‍ટ લખન પટેલે કેલેન્‍ડર ડિકલેરેશનના માધ્‍યમથી સ્‍ટુડન્‍ટ એકસેલન્‍સ એવોર્ડ, રિવિઝન સીરિઝ, માસ્‍ટરીંગ એકઝામ વિકટરી, પરીક્ષા વિજય મહાયજ્ઞ જેવી મહત્‍વની પ્રવૃત્તિઓ તથા વાઇસ પ્રેસિડેન્‍ટ યાજ્ઞિક ટિંબડીયાએઅ ફેકલ્‍ટી ડેવલોપમેન્‍ટ પ્રોગ્રામ આરસીએ સ્‍કોલરશીપ, સ્‍નેહમિલન, ક્રિકેટ ટુર્નામેન્‍ટ તેમજ વન-ડે નવરાત્રિ જેવી વિચારાધીન ઇવેન્‍ટસ વિષે માહિતી આપી

આ સભામાં ચનાભટ્ટી, ધવલ ઠેસિયા, મનોજ રામાણી, ગુણવંતભાઇ પટેલ, મલ્‍હાર પટેલ, ગૌરવ ગાંધી, મિલન દોશી, જસમીના સંધાણી, મૌલિક ટોળીયા, નિકુંજ ચનાભટ્ટી, હાર્દિક ચંરાણા, વિરેન્‍દ્ર કોટેચા, ચિરાગ ઉપાધ્‍યાય ઉપસ્‍થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક વર્ગો, કરિયર કાઉન્‍સેલિંગ એડમિશન એન્‍ડ વિઝા કન્‍સલ્‍ટન્‍સી વિ. કોઇપણ પ્રકારની કોચિંગ સંસ્‍થાઓ રાજકોટ કોચિંગ એસોેિઅશન (૯૭૬૮૮ ૮૮૮૬/ ૭પ૭પ૮૩પ૩પ૦) સભ્‍ય બની શકે છે.

રાજકોટ કોચિંગ એસોએશન નવી કોર કમિટમાં જનરલ સેક્રેટરી અનિતા જહોન, ટ્રેઝરર દર્શન સિનરોજા, વિમેન વિંગ સેક્રેટરી પૂજા રાવલ, કો ઓર્ડિનેટર નિલેષ રાવલ, પી.આર. ઓ. જીતેન જોશી, ઇવેન્‍ટ કમિટી કન્‍વીનર ધર્મેશ સૂચક, લીંગલ કમિટી કન્‍વીનર પરેશ રાવલ, એડવાઇઝરી કમિટી કન્‍વીનર ઇન્‍દ્રજીતસિંહ જાડેજા, સોશિયલ કમિટી કન્‍વીનર ભાવિક ગોહેલ અને જોઇન્‍ટ કન્‍વીનર નૈમિષ પીઠડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન નિલેષ રાવલ તથા પ્રતિજ્ઞા પઠન જીતેન જોશી દ્વારા કરવામાં આવ્‍યુ઼ હતું. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:31 PM IST)