<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

રાજકોટ જેલના પેરોલ પર ના ફરાર કેદીને મેટોડા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધો

રાજકોટ તા. ૧૬:રાજકોટ જેલના પેરોલ જે ૫ કેદીને મેટોડા જીઆઇડીસી પોલીસે પકડી પાડી જેલ હવાલે કર્યા હતા.

નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ એ નાસતા-ફરતા તથા પેરોલ ફરાર આરોપીને પકડી પાડવા સુચના આપેલ જે અન્વયે મેટોડા જી.આઇ.ડી.સી. પો. સ્ટે.ના પો. ઇન્સ એસ.એચ.શર્મા ના રાહબરી હેઠળ મેટોડા જીઆઇડીસી પો.સ્ટે.ના પો.હે.કોન્સ યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. લકિકરાજસિંહ જાડેજા તથા રવુભાઇ ગીડા તથા રાજદીપ સિંહ ગોહિલના  સંયુકત ખાનગી રહે હકિકત મળેલ કે જામનગર જીલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના આઇપીસી ક. ૩૬૬૩,૩૭૭,૩૨૩,૫૦૬ (૨) ૧૧૪ પોકસો ક. ૩,૫,૭,૯, ના કામનો આરોપી ઇનાયત ઉર્ફે ટાઇગર ઇકબાલશા શાહમદાર રહે નિકાવા તા. કાલાવડ વાળો હાલે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હોય અને તા. ૯-૨- સુધી પેરોલ રજા પર હોય અને તા. ૨૪-૨- ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ આજદિન સુધી પેરોલ રજા પરથી ફરાર રહેલ હોય જેથી મજકુર આરોપીને મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૨ સામે આવેલ શ્રીનાથીજી સોસાયટી ખાતેથી મળી આવતા તેને હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે.

(3:42 PM IST)