News of Monday, 16th September 2024
માર્કેટીંગ યાર્ડમાં ઓફીસમાં દરોડોઃ તીનપતી રમતા વેપારી સહિત ૪ ઝડપાયા
બી. ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ પંકજભાઇ માળી ની બાતમીઃ રોકડ અને મોબાઇલ મળી રૂ. ૭૧ હજારની માલમતા કબ્જે

રાજકોટ તા. ૧૬: માર્કેટીંગ યાર્ડમાં આવેલી વિવેક ટ્રેડીંગ નામની ઓફીસમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા વેપારી સહિત ચાર શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ માર્કેટીંગ યાર્ડની અંદર આવેલી વિવેક ટ્રેડીંગ નામની ઓફીસમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ પંકજભાઇ માળીને બાતમી મળતા વિવેક ટ્રેડીંગ નામની ઓફીસમંા દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા વેપારી બાબુ કચરાભાઇ સગપરીયા (રહે. વિવેક ટ્રેડીંગની ઓફીસમાં મૂળ વડોદરા) તથા કોઠારીયા ચોકડી પાસે રામનગર શેરી. નં. ૨ ના પરેશ ખીમજીભાઇ સગપરીયા, વાલ્કેબાર સોસાયટી શેરી નં. ૯ ના દિનેશ ભાણજીભાઇ ટીંબડીયા, અને આડો પેકડ રોડ ન્યુ શકિત સોસાયટી શેરી નં. ૨ ના પરેશ વલ્લભભાઇ નડીપાપરા ને પકડી લઇ રૂ. ૩૯૦૦૦ ની રોકડ તથા ચાર મોબાઇલ ફોન મળી રૂ. ૭૧ હજારની માલમતા કબ્જે કરી હતી આ કામગીરી પી.એસ.આઇ. જે.આર. સોલંકી હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ પંકજભાઇ માળી તથા ધનાભાઇ ભુંડીયા અને દેવેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
ખેરડીમાં મકાનમાંથી
પાંચ શખ્સો ઝડપાયા
કુવાડવા નજીક ખેરડી, ગામમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.જે. વરૂ તથા કોન્સ કુશાલ જોષી સહિતના સ્ટાફે દરોડો પાડી ખેરડી ગામમાં મકાનમાં તીનપતી નો જુગાર રમતા મકાન માલીક દેવજી અમરાભાઇ સરસીયા, હરીધવા રોડ રાજલક્ષ્મી સોસાયટી શેરી નં. ૪ ના વિઠ્ઠલ ચનાભાઇ કાછડીયા, ખેરડી ગામના દલપત દેવજીભાઇ પરમાર, દેવરાજ હરજીભાઇ લુણાગરીયા અને રમેશ મેઘજીભાઇ સગપરીયાને પકડી લઇ રૂ. ૨૬, ૫૦૦ ની રોકડ તથા પાંચ મોબાઇલ મળી રૂ. ૬૩,૫૦૦ ની માલમતા કબ્જે કરી હતી.
(3:47 PM IST)










