News of Monday, 16th September 2024
બેભાન હાલતમાં મુકેશભાઇ અને મહેશભાઇએ દમ તોડ્યો
હનુમાન મઢી તથા જામનગર રોડના પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૧૬: રૈયા રોડ હનુમાન મઢી પાસે મધુવન રેસિડેન્સી નજીક રહેતાં મુકેશભાઇ હીરજીભાઇ લાખાણી (ઉ.વ.૬૧) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બીજા બનાવમાં જામનગર રોડ વાલ્મિકી વાસ કવાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક મહેશભાઇ જેન્તીભાઇ અજારા (ઉ.વ.૩૯) લાંબા સમયથી બિમાર હોઇ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે ગાંધીગ્રામ અને પ્ર.નગરમાં જાણ કરી હતી.
(4:49 PM IST)










