<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

સરળ જીવનશૈલી ધરાવતા નેતા નરેન્દ્રભાઇ દુનિયાભરમાં પ્રસિધ્ધ

શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઃ સમગ્ર જીવન દેશ માટે સમર્પિત

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવતીકાલે ૧૭મીના તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવતા જણાવાયું છે. સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારત માતાનું નામ નરેન્દ્રભાઈ મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા નેતા તરીકે વિશ્વભરમાં પ્રસિઘ્ધ છે.ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં શરૂ થયેલ ગુજરાતની વિકાસયાત્રા ને હાલ મૃદુ અને મકકમ  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજયની ભાજપ સરકાર આગળ વધારી રહી છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ યોજનાઓ દ્વારા અમલમાં મુકયો હતો. રાજયના સંકલિત વિકાસ માટે પાંચ પાંખીયાવાળી વ્યૂહરચના 'સુજલામ–સુફલામ', જળસંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલા માં ગુજરાતમાં જળ સંસાધનો ની એક ગ્રીડ રચવાની યોજના ને વિશ્વભરમાંથી પ્રસંશા મળી હતી. ત્યારે નરેન્દ્રભાઈ મોદી પાસેથી પ્રેરણા લેવા જેવી અનેક બાબતો જેમ કે ડગલે અને પગલે આપણને તેમની રાષ્ટ્રનિષ્ઠા, સમાજ પ્રત્યેની સંવેદના, ફરજ પ્રત્યેની સભાનતા, કાર્યકર્તાઓ પ્રત્યે અપાર પ્રેમ, વિચારધારા પ્રત્યેની અડગ શ્રઘ્ધા, દેશના દુશ્મનો પ્રત્યે મજબૂત રણટંકાર અને ભ્રષ્ટાચારીઓને અક્ષમ્ય શિક્ષા જેવા ગુણોથી સમાજને પ્રેરણા મળે છે.

ર૦૧૪ , ર૦૧૯, ર૦ર૪માં લોકસભાની ચુંટણીમાં લોકસભાની ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવી દેશનું નેતૃત્વ સંભાળનાર નરેન્દ્રભાઈ મોદીએ ભસૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસભ મંત્ર સાથે વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી , જે સમાવેશકતા, વિકાસલક્ષી અભિગમ અને ભ્રષ્ટાચારમુકત શાસન તરફ દોરી ગઈ છે. પ્રધાનમંત્રી સરકારી યોજનાઓ કે સરકારી સેવાઓના લાભ અંત્યોદયનો ઉદેશ પાર પાડે કે છેવાડાના માનવી સુધી પહોચે એ માટે ઝડપથી વ્યાપકપણે કામ કરી રહયા છે અને આજે તેમની વડાપ્રધાન તરીકે ની બીજી ટર્મ માં જમ્મુ–કાશ્મીરમાંથી કલમ–૩૭૦ અને ૩પ–એ હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો જેનાથી ભારતવાસીઓનું વર્ષો જુનુ સ્વપ્ન 'એક રાષ્ટ્ર, એક સંવિધાન' પુર્ણ થયુ છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્યામાપ્રસાદ મુખર્જીનું અખંડ ભારતનું સ્વપ્ન પૂર્ણ થઈ રહયું છે. ત્યારે ભારતને વિકાસની ભેટ આપીને સમગ્ર વિશ્વમાં પોતે આપેલ સૂત્ર વિકસિત ભારત એટ ર૦૪૭ ને સાર્થક કરવા સતત મહેનતથી કામગીરી કરી વિશ્વસ્તરે દેશનું સ્થાન મજબુત થતુ જાય છે, નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પ્રસ્થાપિત થયા છે તે દેશવાસીઓ માટે ગૌરવવંતી ક્ષણો છે. નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમ્યાન વિશેષ ઘ્યાન ભારતના સમૃઘ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતીક વારસા પર આપવામાં આવ્યુ છે.

નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિવસે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વીન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિહ ઝાલાએ શુભેચ્છા પાઠવી હતી.

(4:07 PM IST)