<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ : ખેલૈયાઓમાં જબરી ઉત્સુકતા

ચાલો રઘુવંશીઓ, નવરાત્રીને યાદગાર બનાવો : સુપ્રસિધ્ધ ઓર્કેસ્ટ્રાના સંગાથે વિખ્યાત ગાયક કલાકારો ખેલૈયાઓને જોમ ચઢાવશેઃ યુવાધનમાં જાણીતા-માનીતા આર. જે.(એન્કર) વિશાળ ગ્રાઉન્ડ ઉપર જમાવટ કરશે : એક લાખ વોટની અદ્યતન ઓરીજીનલ જેબીએલ સાઉન્ડ સિસ્ટમ સાથે તારીખ ૩ ઓકટોબરથી ૧ર ઓકટોબર, ર૦ર૪દરમ્યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ,માધાપર ચોકડી, રાજકોટ ખાતેખેલૈયાઓ સોળે કળાએ ખીલી ઉઠશે : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના દરરોજના વિજેતાઓને આકર્ષક ઇનામો અપાશેઃ મેગા ફાઇનલના વિજેતાઓને કુલ ૮૦ ગ્રામ (આઠ તેલા) ગોલ્ડ, બાઇક, એકટીવા, ટી. વી., મોબાઇલ, લેપટોપ, સ્માર્ટ વોચ, ફ્રીઝ, વોશીંગ મશીન સહિતના લાખેલા ઇનામો : પાસ બુકીંગ માટે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફીસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો. નં. ૯પ૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરી શકાય છેઃ પાસ બુકીંગ પૂરજોશમાં શરૂ થઇ ચુકયું છે " લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ- ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે

 

રાજકોટ તા.૧૬: નવરાત્રી મહોત્સવ નજીક આવી રહયો છે ત્યારે વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન 'રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આયોજીત 'અકિલા- લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને લઇને રઘુવંશી ખેલૈયાઓમાં જબરી ઉત્સુકતા જોવા મળી રહી છે. નવરાત્રીને યાદગાર બનાવવા અવનવા સ્ટેટસ (STEPS)ની સાથે-સાથે પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના ઇનામો જીતવા માટે ખેલૈયાઓએ જોરદાર તેયારીઓ શરૂ કરી દીધી છે.

અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજન દ્વારા હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર ચોકડી રાજકોટ ખાતે તા.૩ ઓકટોબર થી ૧૨ ઓકટોબર, ૨૦૨૪ દરમ્યાન 'અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ ૨૦૨૪'નું ભવ્ય-જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિધ્ધ ઓર્કેસ્ટ્રાના સંગાથે વિખ્યાત ગાયક કલાકારો ખેલૈયાઓને જોમ ચઢાવશે. એક લાખ વોટથી અદ્યતન ઓરીજનલ વેબીએલ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. યુવાધનમાં જાણીતા-માનીતા આર.જે. શીવરાજસિંહ ચુડાસમા વિશાઇ ગ્રાઉન્ડ ઉપર જમાવટ કરશે. સમગ્ર રાસોત્સવને વિશ્વના લાખો લોકો ગત વર્ષની માફક આ વર્ષે પણ 'અકિલા'ના માધ્યમથી લાઇવ નિહાળી શકે તવું બેનમુન આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર રાસોત્સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને અકિલા વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ સહકાર હુંફ મળી રહેલ છે.

'અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'માં દરરોજ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને આકર્ષક ઇનામો અપાશે. ઉપરાંત મેગા ફાઇનલમાં વિજેતાઓને કુલ ૮૦ ગ્રામ(આઠ તોલા) જેટલું સોનુ, બાઇક, એકટીવા, ટી.વી., મોબાઇલ, લેપટોપ, સ્માર્ટવોચ, ફ્રીઝ, વોશીંગમશીન સહિતના લાખેણા લનામો જાણકાર અનુભવી અને તટસ્થ નિર્ણાયકોની હાજરીમાં આપવામાં આવશે.

રાસોત્સવ માટે પાસ બુકીંગ પણ પુરજોશમાં શરૂ થઇ ચુકયું છે. રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફીસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો. નં. ૯પ૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરી શકાય છે.

હજ્જારો રઘુવંશી ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર 'અકિલા- લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચીશ્રી ધવલભાઇ કારીયા, પ્લાનિંગ એન્ડ ડેવલમેન્ટ કમિટીના ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, ઓડીટ એન્ડ ફ્રોડ મોનિટરીંગ કમિટીના ચેરમેન ધવલભાઇ ખખ્ખર, મહિલા સમિતિના ચેરપર્સન શ્રીમતિ રીટાબેન કુંડલીયા, ટ્રસ્ટીઓ શ્રી હરીશભાઇ લાખાણી, જીતુભાઇ ચંદારાણા, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી કિશોરભાઇ કોટક, ડો.ભાવેશભાઇ સચદે, ડો.જનકભાઇ ઠક્કર, ડો.ચેતનભાઇ હિન્ડોચા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી મુકેશભાઇ પાબારી, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

(4:12 PM IST)