તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 16th September 2024
નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમીતે શહેર ભાજપ દ્વારા સેવા પખવાડીયુ ઉજવાશે
કાલે હોસ્પિટલોમાં ફ્રુટ વિતરણ, બાળકો-વડીલોને ભોજન કરાવાશેઃ પંચનાથ મંદિરે બહેનો દ્વારા મહાઆરતી

રાજકોટ તા. ૧૬: શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા. ૧૭ના નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ અંતર્ગત 'સેવા પખવાડા' હેઠળ વિવિધ સેવાકીય કાર્યોની વણઝાર યોજવામાં આવશે. 'સેવા પખવાડા'ના સંયોજક તરીકે નિલેશભાઇ જલુ, સહસંયોજક તરીકે અશ્વિનભાઇ ભોરણીયા, પ્રવિણભાઇ ઠુંમર, મયુરભાઇ ભમ્મર જવાબદારી સંભાળી રહ્યા છે.
આવતીકાલે તા. ૭ના મંગળવારે શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ રાજુભાઇ દલવાણીની આગેવાનીમાં પદ્મકુંવરબા હોસ્પિટલ, ગુંદાવાડી ખાતે સવારે ૧૧-૩૦ કલાકે ફ્રુટ વિતરણ, ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ રતુભાઇ પરમારની આગેવાનીમાં બપોરે ૧ર કલાકે એકરંગ સંસ્થાઓની બાળાઓને ભોજન તેમજ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવાની આગેવાનીમાં સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે બપોરે ૧ર કલાકે વૃધ્ધોને ભોજન તથા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયાની આગેવાની સ્પેશીયલ બોયઝ ફોર હોમ, જામનગર રોડ ખાતે બાળકોને બપોરે ૧ર કલાકે ભોજન કરાવવામાં આવશે.
શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાની આગેવાનીમાં મહિલા મોરચા દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દિર્ઘાયુની મંગલ કામના માટે પંચનાથ મંદિર ખાતે સાંજે ૭ કલાકે મહાઆરતી કરવામાં આવશે. ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય ખાતેથી કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ મુકેશ દોશી, અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.
(4:17 PM IST)










