તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 17th September 2024
આવતા વર્ષે ફરી પધારજો : મૂર્તિ વિસર્જન સાથે ગણેશ મહોત્સવનું સમાપન

રાજકોટ : છેલ્લા દસ દિવસથી ઉજવાઇ રહેલ ગણેશ મહોત્સવનું આજે અગીયારમાં દિવસે મુર્તિ વિસર્જન સાથે સમાપન થયુ છે. બાપાની મુર્તિથી અલગ થવાની વેળાએ ભાવિકોની આંખો ભીની થઇ ગઇ હતી. ફરી આવતા વર્ષે એવા જ ભાવ સાથે પધારવાનું નિમંત્રણ આપી જળાશયોમાં મુર્તિનું વિસર્જન કરાયુ હતુ. ‘ગણપતિ બાપા મોરીયા, પુડચ્યા વર્ષી લવકરીયા'ના નાદોથી માર્ગો ગજાવી દેવાયા હતા. બેંન્ડની સુરાવલીઓ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવતા બોલાવતા મુર્તિ વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી. પાંચ અને સાત દિવસના સ્થાપનનું અગાઉ વિસર્જન થઇ ગયા બાદ આજે ૧૧ માં દિવસે તમામ સ્થળઓ મૂર્તિ વિસર્જન સાથે મહોત્સવને વિરામ અપાયો હતો. આજી ડેમ ઓવરફલો ખાણ, પાળ ગામ, ન્યારા રોડ ખાણ, રંગપર કોઝવે, વાગુદળ પાટીયુ સહીતના સ્થળોએ મુર્તિ વિસર્જન માટે અલાયદી વ્યવસ્થા તંત્રવાહકો દ્વારા કરી અપાઇ હતી. વાજતે ગાજતે નિકળેલ વિસર્જન યાત્રા અને જળાશયોમાં વિસર્જન સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:10 PM IST)










