News of Tuesday, 17th September 2024
‘સુવર્ણભૂમિ કા રાજા': ગણપતિમય વાતાવરણમાં ભાવિકો રીતસર તરબોળ બન્યા
ભવ્ય-દિવ્ય-અલૌકીક ઉત્સવ : મહાઆરતી સહિત દરરોજ સાંજે આરતી સમયે હૈયેહૈયું દળાય એટલી ભીડઃ સત્યનારાયણ ભગવાનની કથા, બ્લડ ડોનેશન કેમ્પ સહિતમાં પણ સભ્યોની મોટા પ્રમાણમાં હાજરી : -રાજકોટના સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા, શહેર ભાજપ મંત્રી હરેશભાઇ કાનાણી, ભાજપ અગ્રણી મનિષભાઇ ભટ્ટ, સોસાયટીના પ્રમુખ મનિષભાઇ ઠક્કર સહિતના મહાનુભાવોની હાજરી

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ‘ગણપતિ મહોત્સવ' ની ભવ્ય ઉજવણી થઇ રહી છે અને લોકો વિધ્નહર્તા દેવ ગણેશ ભગવાનના સતત આશીર્વાદ લઇને ધન્યતા અનુભવી રહ્યા છે. રાજકોટ ખાતે સુવર્ણભૂમિ ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, સામે આવેલ સુવર્ણભૂમિ સોસાયટીમાં ‘સુવર્ણભૂમિ કા રાજા' રૂપે ગણપતિ મહોત્સવની ભવ્ય-દિવ્ય-અલૌકિક ઉજવણી થઇ રહી છે. સોસાયટીના સભ્યો-ભાવિકો ગણપતિમય વાતાવરણમાં રીતસર તરબોળ બની ગયા છે.
દરરોજ સાંજે સોસાયટીના સભ્યો ગજાનંદ મહારાજની ભાવપૂર્વક આરતી કરી રહ્યા છે. ગઇકાલે ઇલેકટ્રોનિકસ દીવડા સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ હૈયેહૈયું દળાય તેટલી ભાવિકોની ચિક્કાર ભીડ જોવા મળી હતી. ભીડ હોવા છતાં પણ દરેકના સ્વયંશિસ્ત સાથે સુવર્ણભૂમિ યંગ સોશ્યલ ગ્રુપ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા જાળવવામાં આવી હતી. ગણપતિ ઉત્સવ સાથે - સાથે શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણ ભગવાનની કન્યા, બ્લડ ડોનેશન કેમ્પ, સાતેય વિંગ માટે વિંગ વાઇઝ પર્ફોમન્સ વિગેરેમાં પણ સભ્યોની મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી રહી છે.
રાજકોટના સંસદ સભ્યશ્રી પુરૂષોતમભાઇ રૂપાલા, શહેર ભાજપ મંત્રીશ્રી હરેશભાઇ કાનાણી, ભાજપ અગ્રણી શ્રી મનિષભાઇ ભટ્ટ, અગ્રણી ઉદ્યોગપતિ અને સુવર્ણભૂમિ સોસાયટીના પ્રમુખશ્રી મનિષભાઇ ઠક્કર, સોસાયટીના પૂર્વ પ્રમુખશ્રી રોહિતભાઇ કથીરિયા, સોસાયટીના ઉપપ્રમુખો શ્રી વિનોદભાઇ ધીંગાણી અને શ્રી મનસુખભાઇ મારવાણીયા, મંત્રીશ્રી મિલનભાઇ ધ્રાંગધરીયા, ખજાનચીશ્રી સમીરભાઇ પાંભર, સહમંત્રી ધર્મેન્દ્રભાઇ તન્ના, સહખજાનચી આશીષભાઇ દોશી સહિતના મહાનુભાવોએ ગણપતિદાદાની પૂજા-આરતીનો લ્હાવો મેળવ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પ માટે ડો. રોમીત મારવાણીયા, ડો. ચિરાગ ગાંધી, ડો. પ્રશાંત ઠાકર, હિતેષભાઇ વિઠલાણી, દિપકભાઇ ઊંઘાડ (ડીસીપી) સહિતના સભ્યો સક્રીય રહ્યા હતા.
સમગ્ર ગણેશ મહોત્સવને સફળ બનાવવા સુવર્ણભૂમિ સોસાયટીના પ્રમુખશ્રી મનિષભાઇ ઠકકરના માર્ગદર્શન હેઠળ કલ્ચરલ કમિટી તેમજ યંગ સોશ્યલ ગ્રૂપના સભ્યો શ્રી નિખિલભાઇ મણીયાર, નિલેશભાઇ કકાસણીયા, રાકેશભાઇ કડેચા, કેતનભાઇ ગજજર, નટવરભાઇ બુટાણી, રવિભાઇ સોરઠીયા, હર્ષદભાઇ સંતોકી, કુંજલભાઇ પુરોહીત, દિલીપભાઇ ઊંઘાડ (ડીસીપી), ધર્મેશભાઇ કલોલા, પ્રદિપભાઇ દત્તાણી, રાજભાઇ ઠકકર, ડો. રોમીતભાઇ મારવાણીયા, કરણભાઇ પટેલ, હર્ષભાઇ દલસાણીયા, રાજનભાઇ વજીર, મિલનભાઇ ધ્રાંગધરીયા, દિશાંતભાઇ દોશી, ધરમભાઇ પોપટ, વિરેશભાઇ શાહ, કૃણાલભાઇ બરછા પીયુષભાઇ ડાભી, હેરીનભાઇ દોમડીયા, સુકેતુભાઇ ગણાત્રા, સમીરભાઇ ચંદે, બ્રીજભાઇ મણીયાર, ધરમભાઇ રાયચુરા, પુરવભાઇ ભીમજીયાણી, ડો. પ્રશાંતભાઇ ઠાકર પ્રશાંતભાઇ પંડયા વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:24 PM IST)










