<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

સર્વેશ્વર ચોક ગણેશોત્‍સવઃ રકતદાન કેમ્‍પ-૩૦૦ દીવડાની આરતી

રાજકોટઃ ડો.યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજીત ગણેશ મહોત્‍સવમાં આયોજીત બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં ૧૨૫ થી વધુ બોટલ રકત એકત્ર થયું હતું. જેમાં બહેનો દ્વારા પણ બ્‍લડ ડોનેટ કરવામાં આવેલ. સુરેન્‍દ્રનગર ડી.વાય.એસ.પી. વી.બી. જાડેજા પરીવાર, ડીવીઝનના પી.આઇ. શ્રી બારોટ, કસ્‍તુરી બીલ્‍ડર્સના માલીક આશીષભાઇ મહેતા, ‘ખાસ ખબર' પ્રેસના માલીક પરેશભાઇ ડોડીયા, સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એશોસીએશનના પ્રમુખ જયદેવ શાહ, વેપારી પુષ્‍પરાજસિંહ જાડેજાએ પરિવાર સાથે મહાઆરતીનો લાભ લીધેલ હતો. બાલક હનુમાન મંદિરના સભ્‍યો દ્વારા ૩૦૦ દીવડાની ગંગા આરતી પ્રસંગે હીતેશભાઇ બગડાઇ, મહેશભાઇ રાજપુત, કેતનભાઇ શાહ, ‘એ' ડીવીઝનના ભરતસિંહ ગોહીલ સહપરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા. રાજકોટના સાંસદ પુરૂષોતમ રૂપાલાએ પણ દર્શનનો લાભ લીધો હતો.

(2:26 PM IST)