News of Tuesday, 17th September 2024
મેહુલભાઇ પરડવાની જીત સુનિશ્ચિતિ કરતુ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંચાલક સંવર્ગની સામાન્ય ચૂંટણીમાં સુરત જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક મળી

રાજકોટ તા. ૧૭ : રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંચાલક સંવર્ગની ચૂંટણી આગામી ૨૪મી સપ્ટે, મંગળવારના યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં મેહુલભાઈ પરડવા, જે. વી. પટેલ તેમજ પ્રિયવદનભાઈ કોરાટએ ઉમેદવારી નોંધાવી છે. આ ત્રણ મહારથીઓ ત્રિ-પાખીય જંગ થનાર છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના માન્ય ઉમેદવાર મેહુલભાઈ પરડવાની જીત સુનિヘતિ બની રહી છે.
સમગ્ર રાજયમાં અગત્યની એવી શિક્ષણ ક્ષેત્રની આ ચૂંટણીમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ઝંપલાવેલ છે ત્યારે આ રાજયના મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંત્રી શ્રી અજયભાઈ પટેલ, મહામંત્રી રાજેશભાઈ નાકરાણી, ખજાનચી સવજીભાઈ હુંણ, મહેશભાઈ ઠક્કર, રાજકોટ જિલ્લા સ્વનિર્ભર સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, જયદીપભાઇ જલું, અવધેશભાઇ કાનગડ, સંદીપભાઈ ચૌટાલા, વિપુલભાઈ પાનેલીયા, પરિમલભાઈ પરડવા વગેરે રાજકોટ શહેરના રાજયકક્ષાના આગેવાન મેહુલભાઈ પરડવાને જીતાડવા માટે દિવસ રાત મહેનત કરી રહેલ છે. રાજયના જુદા જુદા જિલ્લાઓમાંથી મેહુલભાઈ પરડવાને ખૂબ જ મોટા પાયા પર સમર્થન મળી રહે છે, અને જેના કારણે મેહુલભાઈ પરડવાની આ સંચાલક મંડળની બેઠક ઉપરથી જીત સુનિヘતિ જણાઈ રહી છે. રાજયના જુદા જુદા ઝોન જેમાં સૌરાષ્ટ્ર ઝોન, મધ્ય ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન વગેરે ઝોનના તમામ આગેવાનો મેહુલભાઈ પરડવાને જીતડવા માટે એક થઈ રહ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંચાલક સંવર્ગની સામાન્ય ચૂંટણીમાં મેહુલભાઈ પરડવાની જીત સુનિヘતિ કરવા માટે ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, મહામંત્રી અજયભાઈ પટેલ, ચેરમેન તથા સલાહકાર ચુનીભાઇ ગજેરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંત્રી રાજેશભાઈ નાકરાણી, સંયોજક મનહરભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ઉત્પલભાઈ શાહ, ચૂંટણી પ્રભારી ડો. મહેશભાઈ ઠક્કર, દક્ષિણ ઝોન ચૂંટણી પ્રભારી જયસુખભાઈ કથીરિયા, લીગલ કમિટીના ચેરમેન રાજાભાઈ પાઠક, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ખજાનચી સવજીભાઈ હુંણ, સલાહકાર ડી.વી. મહેતા, સાંસદીય સભ્ય દિપકભાઈ રાજયગુરૂ, સુરત ઝોનના પ્રમુખ સવજીભાઈ પટેલ, વાપી સ્વામિનારાયણ ગુરૂકુળના પ્રમુખ કપિલ સ્વામીજી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે
(3:34 PM IST)










