<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

સમસ્‍ત બ્રહ્મ પરિવારો માટે નવરાત્રી મહોત્‍સવઃ ખેલૈયાઓ કરશે જમાવટ

બ્રહ્મ સંગમ સંસ્‍થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જબરૂ આયોજનઃ ઇન્‍દ્રનિલ રાજયગુરૂના માર્ગદર્શનમાં સમિતિની રચનાઃ કન્‍વીનરપદે ધર્મેશ મહેતા સહિતની ટીમની વરણીઃ વિજેતા ખેલૈયાઓને ઇનામોથી નવાજાશેઃ ફોર્મ વિતરણ શરૂ

રાજકોટ તા. ૧૭: બ્રહ્મપરિવારો માટે ચાલુ વર્ષે બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્‍સવ-ર૦ર૪નું આગામી તા. ૦૩-૧૦થી તા. ૧ર-૧૦ સુધી અનેરૂં આયોજન માધાપર ચોકડીપ ાસે, સ્‍વામીનારાયણ મંદિર સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે.

બ્રહ્મસંગમ સંસ્‍થાના પ્રમુખ ઇન્‍દ્રનીલભાઇ રાજગુરૂની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લા અગિયાર વર્ષથી પારિવારિક વાતાવરણમાં બ્રહ્મપરિવારની એકતા, સંગઠન અને ભાતૃ ભાવના કેળવવા તેમજ બ્રહ્મ ખેલૈયાઓને એક સાંસ્‍કૃતિક કાર્યક્રમ માટે પ્‍લેટફોર્મ પૂરૂં પાડવાના ભાગ રૂપે નવરાત્રી મહોત્‍સવ યોજવામાં આવે છે. ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ, ડો. શરદભાઇ રાજયગુરૂ, ધીરૂભાઇ મહેતા વિગેરેના માર્ગદર્શન હેઠળ એક આયોજન સમિતિની રચના કરાયેલ છે. જેમાં કન્‍વીનર તરીકે ધર્મેશભાઇ મહેતા અને સહકન્‍વીનરો અલ્‍પેશભાઇ રવૈયા, રસિકભાઇ ભટ્ટ, શૈલેષભાઇ દવે અને રમેશભાઇ રવૈયાની સમગ્ર ટીમ તથા સલાહકાર સમિતિના લલીતભાઇ ધાંધિયા, જસ્‍મીનભાઇ માઢક તથા તૃપ્‍તિબેન જોષી સેવા આપી રહ્યા છે.

આ નવરાત્રી મહોત્‍સવમાં ખેલૈયાઓને દાતાઓના સહયોગથી દરરોજ પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ, વેલકિડ્‍સ, વિવિધ વયજૂથના ઉત્‍કૃષ્‍ઠ રમતા ખેલૈયાઓને ઇનામ, વેલઆરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડિયા શણગાર વિગેરે પ્રકારના ૧૭ જેટલા ઇનામો ૧ થી ૩ માં આવતા વિજેતાઓને આપવામાં આવશે. અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્‍ચે મેગા ફાઇનલ ઇવેન્‍ટ યોજવામાં આવશે. આ કાર્યક્રમ બાદ ખેલૈયાઓને એક દિવસ માટે નીલસીટી કલબમાં રમવા માટે તક આપવામાં આવતી હોવાનું જણાવાયું છે.

ફોર્મ મેળવવા માટેઃ (૧) જોશી મંડપ સર્વિસ, એસ. કે. ચોક, ગાંધીગ્રામ મો. ૯૮રપ૪ ૧૬૭પ૪, (ર) શૈલેષભાઇ મહેતા (મહાદેવ), સહજ કોમ્‍પ્‍લેકસ, બજરંગવાડી, દુકાન નં.-૧૦, રાજકોટ. મો. ૯૯૧૩૩ ર૧૩૩૦ (૩) ભાનુ બેકરી અને આઇસ્‍ક્રીમ પાર્લર ધર્મભકિત હોલની સામે, સહકાર મેઇન રોડ, રાજકોટ. શૈલેશભાઇ મહેતા મો. ૯૯ર૪૦ ૯૯૬૧૯ (૪) શ્રીગાર બ્‍યુટી પાર્લર, ‘‘શિવ'' નવી પપૈયાવાડી, શેરી નં.-પ, સાગર હોલની બાજુમાં, ગોંડલ રોડ, રાજકોટ. જીજ્ઞેશભાઇ દવે મો. ૯૮૭૯પ ૭૦૮૮૮, (પ) ચંદ્રેશભાઇ દવે રાધે પાર્ક-ર કોર્નર, જાડેજા ચોક, રેલનગર મેઇન રોડ, રાજકોટ. મો. ૯૮ર૪૦ ૬૦ર૩૪, ૬૩પર૮ ૪૦૪પ૮ (૬) સદગુરૂ ડેરી ફાર્મ ઓડીસી ટાવર સામે, એપલ કોમ્‍પ્‍લેકસ, શકિતનગર મેઇન રોડ, કાલાવડ રોડ, રાજકોટ. વિમલભાઇ મહેતા-૯૮રપ૯ ૬ર૯૩૭ (૭) સહયોગ સ્‍ટેશનરી એન્‍ડ ઝેરોક્ષ ૭-મેહુલનગર કોર્નર, મેહુલનગર મેઇન રોડ, નીલકંઠ સિનેમા પાછળ, કોઠારિયા રોડ, રાજકોટ દર્પણભાઇ વ્‍યાસ-૯૮ર૪પ ૪૪૩પ૦ (૮) મહાદેવ ફલોર મીલ જય વર્ધમાન રેસીડેન્‍સી, નાગેશ્‍વર, જામનગર રોડ, રાજકોટ. મનીષભાઇ બામટા-૯પ૭૪૯ ૮૦૬૪પ (૯) હનુમંત કલીનીક રામેશ્‍વર પાર્ક-એ/૧, ભગવતી હોલ સીટી બસ સ્‍ટોપ પાસે, પોપટપરા રેલનગર પાછળ, રાજકોટ. ડો. પુલકિત બક્ષી-૯૪ર૮૧ ૮૮૬૦૪.

આ ફોર્મ મેળવીને ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ સંસ્‍થાના કાર્યાલય, ‘સ્‍પેસ કોમ્‍પ્‍લેક્ષ' (બીજો માળ), ર૧/ર (કોર્નર), ન્‍યુ જાગનાથ, મહાકાળી મંદિર રોડ, ‘રોયલ કેશર' એપાર્ટમેન્‍ટ સામે, રાજકોટ (ફોન નં. ૦ર૮૧-ર૪૬૩ર૪૭) ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આયોજનને સફળ બનાવવા જયેશભાઇ જોષી, દીપકભાઇ બામટા, ગોરધનભાઇ બામટા, મનીષભાઇ બામટા, અમિતભાઇ માઢક, યોગેશભાઇ મહેતા, યજ્ઞેશભાઇ દવે, શૈલેષભાઇ મહેતા, જીગ્નેશભાઇ દવે, વિભાકરભાઇ વ્‍યાસ, મહેન્‍દ્રભાઇ જોશી, ઇલાબેન જોષી, દર્શનાબેન જોશી, અભિષેકભાઇ ધાંધિયા, રમેશભાઇ મહેતા, રચનાબેન જોષી, શોભનાબેન જોષી, પંકજભાઇ ચાંવ, ચિરાગભાઇ બોરીસાગર, અશ્‍વિનભાઇ જોષી, રાજેશભાઇ મહેતા, હર્ષદભાઇ રવીયા, અરવિંદભાઇ મહેતા તેમજ મહિલા પાંખના સભ્‍યો જહેમત ઉઠાવી રહેલ છે.

(4:03 PM IST)