<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

ગોંડલથી રાજકોટ ભાણેજના ઘરે આવેલા સવિતાબેન શીંગાડાનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

છાતીમાં બે દિવસથી દુઃખતું હોઇ સારવાર માટે આવ્‍યા હતાં: ચા પીતાં પીતાં ઢળી પડયા

રાજકોટ તા. ૧૯: હૃદયરોગના હુમલાથી મૃત્‍યુની વધુ એક ઘટના બની છે. ગોંડલ રામજી મંદિર પાછળ રહેતાં સવિતાબેન શાંતિભાઇ શીંગાડા (ઉ.વ.૪૦)ને બે દિવસથી છાતીમાં દુઃખાવો થતો હોઇ તેઓ રાજકોટ ચુનારાવાડ-૩માં રહેતાં ભાણેજ મેહુલભાઇ ચંદુભાઇ રજપૂતના ઘરે સારવાર માટે આવ્‍યા હતાં. અહિ એકાએક ઢળી પડતાં મોત થયું હતું.

સવિતાબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિ ચુના ભઠ્ઠીમાં કામ કરે છે. પરિવાજનોના કહેવા મુજબ સવિતાબેનને છાતીમાં દુઃખતું હોઇ સારવાર માટે આવ્‍યા હતાં. ગઇકાલે ડોક્‍ટર પાસે જતાં દવા આપી હતી અને ગુરૂવારે ફરી બતાવવા, રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. દરમિયાન સાંજે તેઓ ચા પીતાં પીતાં એકાએક ઢળી પડયા હતાં. તેમને સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતાં. પરંતુ જીવ બચ્‍યો નહોતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે થોરાળા પોલીસને કરી હતી. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:09 AM IST)