<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલસચિવ અને પરીક્ષા નિયામકની ભરતી માટે જાહેરાત પ્રસિધ્‍ધ

કાર્યકારી કુલપતિ ડો.ડોડીયાના નેતૃત્‍વમાં ખાલી જગ્‍યા ભરવા કાર્યવાહી

રાજકોટ, તા., ૧૯: છેલ્લા ચારેક વર્ષથી બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કાર્યકારી ધોરણે કાર્યરત છે. ત્‍યારે કાયમી કુલપતિની નિમણુંકની રાહ જોતી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ કાયમી કુલસચિવ અને પરીક્ષા નિયામકની નિમણુંક માટે ઇચ્‍છુક ઉમેદવારો પાસેથી માહીતી મંગાવી છે.

દરેક કાર્યક્રમમાં સારાને બદલે મારા તેમજ રાજકીય દ્રષ્‍ટિકોણથી કાર્ય થતુ હોય શૈક્ષણીકકાર્ય સદંતર ખોરંભે પડયું છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના અનેક ભવનોમાં વિદ્યાર્થી કરતા પ્રોફેસરોની સંખ્‍યા વધુ છે. આવા સંજોગોમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની હાજરીમાં ક્રમશઃ ઘટાડો નોંધાયો છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ પદે એચ.પી.રૂપારેલીયા પસંદ થયા હતા. પરંતુ તે પણ યુનિવર્સિટીની કાર્યપધ્‍ધતીથી કંટાળીને રાજીનામુ આપી ફરી રાજકોટ મહાનગર પાલીકામાં મુળ જગ્‍યાએ પહોંચી ગયા. હાલ રમેશ પરમાર કાર્યકારી કુલસચિવ પદે સેવા આપે છે.

કાયમી કુલસચિવ અને પરીક્ષા નિયામકની ભરતી માટે જાહેરાત પ્રસિધ્‍ધ કરવામાં આવી છે. તા.૮ ઓકટોબર સુધીમાં આ અરજી કરી શકાશે.

(2:20 PM IST)