News of Thursday, 19th September 2024
સંતકબીર રોડ પર વરલીફીચરનો જુગાર રમતો રામ સિંધવ પકડાયો
બી. ડીવીઝન પોલીસે રોકડ તથા મોબાઇલ સહિત રૂ.૬ હજારની માલમતા કબ્જે કરી

રાજકોટ તા. ૧૯: સંતકબીર રોડ ત્રીવેણી ગેઇટ પાસે વરલી ફીચરનો જુગાર રમતા શખ્સને બી-ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર એક શખ્સ જુગાર રમતો હોવાની બાતમી મળતા બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ મોહસીનખાન મલેક તથા કોન્સ વિશ્વજીત સિંહ ઝાલા સહિતે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતો રામ મોનભાઇ સિંધવ (ઉ.વ. ૨૧) (રહે. ભગીરથ સોસાયટી શેરી નં. ૪ માંભાડે મૂળ ભીંચરીગામ) ને પકડી લઇ રૂ. ૩,૯૭૦ રોકડ મોબાઇલ મળી રૂ. ૬,૯૭૦ ની માલમતા કબ્જે કરી હતી.
(2:30 PM IST)










